ઉત્તરાખંડના સુરકંડામાં ભૂસ્ખલન, 15 સેક્ધડમાં મકાન-હોટલ વહી ગયા

ઉત્તરાખંડમાં સતત મુશળધાર વરસાદને કારણે, વિવિધ સ્થળોએ ભૂસ્ખલન અને નુકસાનના અહેવાલો અને દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ ઘટનાક્રમમાં, ભારે વરસાદને કારણે ટિહરી ગઢવાલના પ્રખ્યાત…

ઉત્તરાખંડમાં સતત મુશળધાર વરસાદને કારણે, વિવિધ સ્થળોએ ભૂસ્ખલન અને નુકસાનના અહેવાલો અને દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ ઘટનાક્રમમાં, ભારે વરસાદને કારણે ટિહરી ગઢવાલના પ્રખ્યાત પર્યટન અને ધાર્મિક સ્થળ કદ્દુખાલના સુરકંડા દેવી ખાતે એક ઘર અને એક હોટલનો એક ભાગ થોડીક જ મિનિટોમાં તૂટી પડ્યો. આ ઘટનાના ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા છે.

ઉત્તરાખંડના પર્વતોમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પર્વતીય પ્રદેશોમાં ભૂપ્રદેશ નબળો પડી ગયો છે. ટિહરી જિલ્લાના કદ્દુખાલના સુરકંડા દેવી ખાતે ભારે વરસાદને કારણે એક ઘર અને એક હોટલનો એક ભાગ ધરાશાયી થયો છે. ઘટનાના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં માત્ર 10-15 સેક્ધડમાં એક ઘર સંપૂર્ણપણે ધરાશાયી થતું દેખાય છે. તે જ સમયે, નજીકની એક હોટલનો એક ભાગ પણ જમીનદોસ્ત થઈ ગયો. સદનસીબે, ઘટના સમયે આ ઇમારતોમાં કોઈ નહોતું; વહીવટીતંત્રે તેમને પહેલાથી જ ખાલી કરાવી દીધા હતા. આનાથી મોટી દુર્ઘટના ટળી ગઈ, અને કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ અનેક રસ્તાઓ બંધ હોવાથી વાહન વ્યવહારને માઠી અસર થઇ રહી છે.