Sports

અર્બનરાઇઝર્સ હૈદરાબાદનો મણિપાલ ટાઇગર્સ સામે 75 રને શાનદાર વિજય

Published

on

ગુજરાત મિરર, સુરત તા.6: સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં અર્બનરાઇઝર્સ હૈદરાબાદ દત મણિપાલ ટાઇગર્સ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. અર્બનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 વિકેટના નુકશાન સાથે 254 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે મણિપાલ ટાઈગર્સની ટીમ 178 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. અર્બનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પ્રથમ ક્વોલિફાયરમાં 75 રનથી જીત મેળવી છે. મેચના અંતમાં અર્બનરાઇઝર્સ હૈદરાબાદ એલએલસી 2023 ની ફાઇનલમાં મણિપાલ ટાઇગર્સ સામે 75 રને જીત મેળવીને ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. મણિપાલ ટાઇગર્સ પાસે હવે બીજી તક હશે કારણ કે તેઓ બીજા ક્વોલિફાયરમાં વિજેતા સામે રમશે. અર્બનરાઇઝર્સ હૈદરાબાદે મણિપાલ ટાઇગર્સ સામેની ક્વોલિફાયર 1 મેચમાં તેમની 20 ઓવરમાં 253/6નો જંગી સ્કોર નોંધાવ્યો છે. ડ્વેન સ્મિથે માત્ર 53 બોલમાં 14 ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 120 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ગુરકીરાતે માત્ર 26 બોલમાં 39 રન બનાવ્યા જ્યારે રિક્કી ક્લાર્કે માત્ર 19 બોલમાં 34 રન બનાવ્યા. હૈદરાબાદ તરફથી ડ્વેન સ્મિથેે 53 બોલમાં 120 રન ફટકાર્યા હતા. જેની મદદથી હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 253 ના સ્કોર સુધી પહોંચી શક્યા હતા. મનિપાલ ટાઈગર્સ તરફથી એન્જેલો પરેરા સૌથી વધારે 73 રન બનાવ્યા હતા. હૈદરાબાદના જર્મન ટેઇલર-પીટર ટ્રેગો 3-3 વિકેટ ઝડપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version