રાષ્ટ્રીય

UPSCની પરીક્ષામાં ફેરફાર, સુધારેલું કેલેન્ડર જાહેર

Published

on

મેઈન્સ સહિતની અનેક પરીક્ષાની તારીખમાં ફેરફાર

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આજે તેનું રિવાઈઝડ વાર્ષિક કેલેન્ડર જાહેર કરાયું છે. આગામી વર્ષે યોજનાર અલગ અલગ ભરતી અને પરીક્ષાઓના પ્રોગ્રામની રૂૂપરેખા તૈયાર કરે છે. તે પરીક્ષાની તારીખ પણ નોટિફાય કરે છે. અમુક વખત પરીક્ષા અને ભરતીઓની તારીખો, નોટિફિકેશનમાં પરિવર્તન કરી શકાય છે. ગઉઅ ગઅ (ઈં), અને ઈઉજ (ઈં) પરીક્ષા 2025 માટેની નોટિફિકેશન 11 ડિસેમ્બરના રોજ જાહેર થશે.
જ્યાં 31 ડિસેમ્બર 2024 સુધી ફોર્મ ભરી શકાશે.

આ પરીક્ષાનું આયોજન 13 એપ્રિલ 2025ના રોજ થશે. તો ઞઙજઈ સીએસઈ 2025 અને ભારતીય વન સેવા પરીક્ષા 2025નું નોટિફિકેશન 22 જાન્યુઆરી 2025ના રોજ જાહેર થશે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી છે.પરીક્ષા 25 મે 2025ના રોજ શરૂૂ થશે. ઞઙજઈ કંબાઈન્ડ જિયો સાયન્ટિસ્ટ 2024ની પરીક્ષાનું નોટિફિકેશન 4 સપ્ટેમ્બરે જાહેર થશે. 24 સપ્ટેમ્બર સુધી ઉમેદવાર ફોર્મ ભરી શકશે.


પરીક્ષાનું આયોજન 9 ફેબ્રુઆરી 2025ના રોજ કરાશે.તો એન્જિનિયરિંગ સેવા પરીક્ષા 2025 માટે 18 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર કરાશે, 18 ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકાશે અને પરીક્ષા 9 ફેબ્રુઆરી 2025થી શરૂૂ થશે.
એલડીસીઈ 2025નું નોટિફિકેશન 4 ડિસેમ્બર 2024ના રોજ જાહેર થશે. અહીંયા ફોર્મ 24 ડિસેમ્બર 2024 સુધી ભરી શકાશે. અને પરીક્ષા 9 માર્ચ 2025થી શરુ થશે. ઈઇઈં (ઉજઙ) એલડીસીઈ માટે નોટિફિકેશન 1 જાન્યુઆરી 2025ના રોજ જાહેર થશે. 14 જાન્યુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે. તો તેની પરીક્ષા 8 માર્ચે યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version