Site icon Gujarat Mirror

AI સમિટમાં હોબાળો, યુથ કોંગ્રેસના કાર્યકરોએ ટી-શર્ટ ઉતારી વિરોધ કર્યો, જુઓ VIDEO

 

દિલ્લીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી ‘AI ઈમ્પેક્ટ સમિટ’ આજે હંગામો મચ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકરો સુરક્ષા કોર્ડન તોડીને સંકુલની અંદર ઘુસ્યા હતા. આને વિરોધ પ્રદશન કર્યું હતું. AI સમિટમાં કોંગ્રેસના કાર્યકરોએ ભારત-અમેરિકા વેપાર કરારનો વિરોધ કર્યો હતી.

https://x.com/ANI/status/2024760336164016485?s=20

કોંગ્રેસના કાર્યકરોએ pm નરેન્દ્ર મોદી વિરુદ્ધ આક્રમક સૂત્રોચ્ચાર કર્યા હતા અને “PM is Compromised” ના નારા લગાવ્યા હતા. જે સમયે આ વિરોધ પ્રદર્શન થયું, તે સમયે સમિટમાં દેશ-વિદેશના અનેક દિગ્ગજો અને પ્રતિનિધિઓ હાજર હતા. યુથ કોંગ્રેસના કાર્યકરો અચાનક બેનરો અને પોસ્ટરો સાથે મુખ્ય હોલ પાસે પહોંચી ગયા હતા. સુરક્ષાકર્મીઓએ તરત જ હરકતમાં આવીને દેખાવકારોની અટકાયત કરી હતી અને તેમને સંકુલની બહાર કાઢ્યા હતા.

https://x.com/ANI/status/2024760336164016485?s=20
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભારત મંડપમ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસે જણાવ્યું હતું કે આશરે 10 લોકો હતા. તેમાંથી ઘણાની અટકાયત કરવામાં આવી હતી. તે બધાને QR કોડ દ્વારા પ્રવેશ મળ્યો હતો. હાલમાં, તે બધાને તિલક માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.

https://x.com/ANI/status/2024764263378960420?s=20

દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતીય યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા વિરોધ અંગે, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે કોંગ્રેસે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેમના માટે, AI મહત્વાકાંક્ષી ભારત, કૃત્રિમ બુદ્ધિ અથવા મહત્વાકાંક્ષી ભારત નથી. તેમના માટે, AI ભારત વિરોધી છે. આ INC નથી, આ ANC છે, રાષ્ટ્રીય વિરોધી કોંગ્રેસ છે. AI સમિટની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે.

 

Exit mobile version