બે દિવસમાં પોણા કરોડનો મુદ્દામાલ ઝડપી સરકારી તિજોરીમાં જમા કરાવ્યો
કોઈપણ જાતના બે રોકટોક નદીઓની નદી ખાલી કરી નાખનારા ખનીજ ચોરો માટે હબ ગણાતું ઉપલેટા પંથક ખનીજ ચોરો માટે સ્વર્ગ સમાન છે ત્યારે ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા દ્રારા ભાયાવદર પોલીસને સાથે રાખી ઉપલેટા તાલુકાના સાતવડી ગામ નજીકની ફુલઝર નદીમાં સેની કંપનીના નંબર વગરના હિટાચી મશીન, એકદમ ટ્રક નં. ૠઉં-23-અ-7709 તથા એક ટ્રેક્ટર નં. ૠઉં-21-ટ-1628 કે જે પરવાનગી વગર ગેરકાયદેસર સાદી રેતી ખનીજનું ખનન-વહન કરતાં હોવાનું માલુમ પડતાં સદરહુ વાહનોને પકડવામાં આવેલ તથા ભાંખ – કલારીયા રોડ પરથી સાદી રેતી ખનીજ ભરેલ ટ્રેકટર કે જે ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતાં હોવાનું જણાતા તેમને 5ણ ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા દ્વારા પકડવામાં આવેલ તેમજ અંદાજિત કિંમત રૂૂપિયા 52,70,000/- નો કુલ મુદ્દામાલ સીઝ કરી રાજકોટ ખાણ ખનીજ વિભાગને જાણ કરી ભાયાવદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ. ગઈકાલે પણ મામલતદાર મહેતાએ પોણા કરોડના મુદ્દામાલ સાથે એક ટ્રક અને એક ટ્રેક્ટર ઝડપી પાડ્યા હતા. ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા દ્વારા બે દિવસથી સતત ખનીજ માફીયાઓ ઉપર ધોંસ બોલાવી પોણા કરોડ રૂૂપિયાનો મુદ્દામાલ પકડી પાડતા તીતર ભીતર થઈ જઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

