ગુજરાત

ગુજરાતમાં યુ.પી. વાળી, દુષ્કર્મના આરોપીના ઘર ઉપર ફર્યુ બુલડોઝર

Published

on

ખેડા જિલ્લાની ઘટનામાં સરકારનો આકરો સંદેશ


યુ.પી. બાદ ગુજરાતમાં પણ દુષ્કર્મના આરોપીના ઘર ઉ5ર બુલડોઝર ફર્યુ છે. ખેડા જિલ્લાના પીઠાઇ ગામે ચાર વર્ષની બાળા ઉપર હેવાનિયત આચરનાર શિક્ષકના ઘર ઉપર બુલડોઝર ફેરવી દઇ મુખ્યમંત્રીએ આવા તત્વોને આકરો સંદેશો આપ્યો છે.


કઠલાલ તાલુકાના પીઠઇ ગામે થોડા દિવસ પહેલા શિક્ષકે 4 ધોરણમાં ભણતી નાની બાળકી પર હેવાનિયત કરી શિક્ષણ સમાજને શર્મસાર કર્યો હતો. તેના દંડ રૂપે તંત્ર દ્વારા કાર્યવાહી કરી ગુજરાતમાં દાખલો બેસાડ્યો છે. ગુજરાત સરકારે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ વાળી કરી હતી. આરોપી શિક્ષક સૈયદ અખતર અલીના ઘરે બુલડોઝર પહોંચ્યા હતા.


તંત્ર દ્વારા ગેરકાયદેસર કરેલ દબાણ હટાવવામાં આવ્યું હતું. ગુજરાતમાં પ્રથમ ઘટના છે કે જે યુપીના સીએમ યોગી આદિત્યનાથ વાળી કરવામાં આવી છે.


કઠલાલ તાલુકાના પીઠાઈ ગામનો અખ્તરઅલી મહેમુદમીયા સૈયદ( ઉંમર-50) આ તાલુકાના એક ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હોય, ગત તા 31 ઓગસ્ટના રોજ શનિવાર સવારની શાળા હોવાથી આ અખ્તરઅલીએ પોતાની શાળાની રૂમમાં સાફ સફાઈ કરવાના બહાને ધોરણ-4માં અભ્યાસ કરતી 9 વર્ષની બાળાને બોલાવી હતી, ત્યાર બાદ રૂૂમના ખુણામાં લઈ જઈ શારીરિક અડપલા અને છેડતી કરી હતી.


ભોગ બનેલી બાળાએ આ બાબતે ઘરે આવીને પરિવારને જાણ કરી હતી. સમગ્ર બાબતની રડતા અવાજે જાણ કરી હતી. જે બાદ પરિવારે તુંરત જ કઠલાલ પોલીસ મથકે પહોંચી સમગ્ર બનાવ મામલે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી શારિરીક અડપલા કરનાર આરોપી શિક્ષક અખ્તરઅલી સૈયદને ઉઠાવી લાવી પુછપરછ આદરી છે. બીજી તરફ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન તંત્ર દ્વારા ગઇકાલે સાંજે આરોપી સૈયદ અખતર અલીના ઘર ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version