મોલડી ગામેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા અજાણ્યા યુવાનનું મોત

રામનાથપરામાં બીમારી સબબ પડી જતા યુવકનું મૃત્યુ રાજકોટ ચોટીલા હાઇવે પર આવેલા મોલડી ગામેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનુ સારવાર દરમ્યાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યુ…

રામનાથપરામાં બીમારી સબબ પડી જતા યુવકનું મૃત્યુ

રાજકોટ ચોટીલા હાઇવે પર આવેલા મોલડી ગામેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનુ સારવાર દરમ્યાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યુ હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ગત તા.21ના બપોરે રાજકોટ-ચોટીલા હાઇવે પર મોલડી ગામ નજીક પેટ્રોલપંપ પાસેથી અજાણયો યુવાને (ઉ.વ.આશરે 40)ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને સારવાર માટે પ્રથમ ચોટીલા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં તેનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. આ અંગે ચોટીલા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

બીજા બનાવમાં રામનાથપરામાં આવેલા ભવાનીનગર શેરી નં.6માં રહેતો રવિ રામજીભાઇ બાભણીયા (ઉ.વ.26)નામનો યુવાન ગત તા.21ના રાત્રીના ટીબીની બીમારી સબબ ઘરે પડી જતા માથામાં ઇજા પહોંચતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. આ અંગે એ ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.