શાપરના પડવલાના યુવાને રિસામણે બેઠેલી પત્નીને સાસુ-સસરાએ નહીં મોકલતા ઝેરી દવા પીધી

શાપરના પડવલ ગામે રહેતા યુવાને રિસામણે બેઠેલી પત્નીને સાસુ-સસરાએ નહીં મોકલતા ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…

શાપરના પડવલ ગામે રહેતા યુવાને રિસામણે બેઠેલી પત્નીને સાસુ-સસરાએ નહીં મોકલતા ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપરના પડવલા ગામે રહેતા મુકેશ ખુમદભાઇ ડામોર નામનો 40 વર્ષનો યુવાન રાત્રીના સમયે પોતાની વાડીએ હતો. ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર મુદ્દે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મુકેશ ડામોરની પત્ની છેલ્લા એક મહિનાથી માવતરે રિસામણે બેઠી છે. સાસુ-સસરા પત્નીને મોકલતા નહીં હોવાના આક્ષેપ સાથે યુવાને ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યુ છે.

આ ઉ5રાંત બીજા બનાવમાં શાપર-વેરાવળમાં આવેલા આંબેડકરનગરમાં રહેતી વૈશાલીબેન વછરાજભાઇ ગોહીલ નામની 25 વર્ષની પરિણીતાને પોતાની દીકરી બાબતે પતિ સાથે ઝઘડો થયો હતો. જેથી વૈશાલીબેનને માઠુ લાગી આવતા ફિનાઇલ પી લીધુ હતું. પરિણીતાની તબીયત લથડતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉ5રોકત બંન્ને બનાવ અંગે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.