Site icon Gujarat Mirror

શાપર-વેરાવળમાં માચીસ બાબતે બબાલ મામા-ભાણેજ ઉપર હુમલો, સ્કૂટરમાં તોડફોડ

નામચીન શખ્સે આતંક મચાવી જાહેરમાં હુમલો કરી તોડફોડ કરતાં ગુનો નોંધાયો

શાપર વેરાવળમાં માચીસ માંગવા મામલે બબાલ થઇ હતી અને ફર્નીચરનો વેપાર કરતા યુવાન અને તેના માનેલી બહેનના પુત્ર સહીત ત્રણ ઉપર નામચીન શખ્સે હુમલો કરી એકટીવામાં તોડફોડ કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ શાપર વેરાવળમાં શીવ નગર શેરી. નં.રમાં રહેતા અને ફર્નીચરનો વેપાર કરતા કૌશીક મુકેશભાઈ પરમાર (ઉ.વ.24), તેની માનીતી બેનનાં પુત્ર યશ અને તેના મિત્ર સંદીપભાઈ વેરાવળમાં શાંતીધામ નજીક બાપાસિતારામ ચોક પાસે હતા ત્યારે તેજ વિસ્તારમાં રહેતા લલીત નામના શખ્સે ગાળો દઈ ધોકા વડે હુમલો કરી સ્કૂટરમાં ધોકાથી તોડ-ફોડ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરીય માં જણાવ્યા મુજબ કૌશિક ભાઈ વેરાવળમાં શાંતીધામમાં રહેતા જ્યોત્સના બેનને ધર્મના બેન માનેલ છે. આશરે બાવીસેક દિવસ પહેલા તે માનીતી બહેનના પુત્ર યશ સાથે તેનું એક્ટીવા લઇ યશના ઘરેથી શાંતિધામમાં આવેલા કારખાનામાં કામ કરતા મિત્ર સંદીપભાઈને મળવા ગયા હતા. ત્રણેય બાપાસિતારામ ચોક પાસે રોડ ઉપર ઉભા હતા ત્યારે તેજ વિસ્તારમાં રહેતો આરોપી લલીત તેની પાસે આવ્યો હતો.

આસમયે યશે આરોપીને બે દિવસ અગાઉ મે તમારી પાસે દિવાસળીનું બોક્સ માંગ્યું હતું તો તમે મારા પિતાજીને કેમ કહ્યું કે યશ સિગારેટ પીવે છે તમારા ખોટા બોલવાને કારણે ઘરે ઝઘડો થાય છે’ તેમ કહ્યું હતું. આથી આરોપીએ તેને તારાથી થાય તે કરી લે કહીં ગાળો આપતા યશે તેને ગાળો નહી આપવા જણાવ્યું હતું. આથી આરોપીએ ઉશ્કેરાઈ આજે તો તને જીવતો નથી રહેવા દેવો કહીં તમાચા ઝીંકી દીધા હતા. એટલું જ નહીં રોડ નજીક પડેલો ધોકો ઉપાડી હુમલો કરવા જતા તે અને મિત્ર સંદીપભાઈ ભાણેજ યશને બચાવવા વચ્ચે પડયા હતા. આથી આરોપીએ તે ! બંને પર હુમલો કરતા ત્રણેય ડરના કારણે ત્યાંથી દુર જતા રહ્યા હતા. થોડે દુર જઈ યશના પરિવારજનોને જાણ કરતા તે ત્યાં આવ્યા હતા. અને ઘટના સ્થળે પડેલું એકિટવા લેવા જતાં તેમાં ધોકાથી નુક્સાની કરેલાનું જાણવા મળ્યું છે.

Exit mobile version