Site icon Gujarat Mirror

એરપોર્ટ રોડ પર અકસ્માતમાં ઘવાયેલા નેપાળી યુવાનનું સારવારમાં મોત

oplus_0

શહેરમાં ગુરુવારે સાંજે હનુમાન મઢી નજીક બે બાઈક અથડાયા હતા. જેમાં ત્રણ યુવક ઘવાયા હતા. એકને સિવિલમાં અને બીજા બે ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેમાં સિવિલમાં સારવારમાં રહેલા એરપોર્ટ રોડ પર અમરજીતનગરમાં રહેતા રેશમ થાપાનું મોત નીપજ્યું હતું. ગુરુવારે સાંજે પાંચ વાગ્યાં આસપાસ હનુમાન મઢી ચોકથી આગળ એરપોર્ટ રોડ પર છોટુનગર સામે નિલ દા ઢાબા હોટલ પાસે આ બનાવ બન્યો હતો. જેમાં બાઈક અને એક્ટિવા સામસામે અથડાયા હતા.

મૃતક રેશમ નરબહાદુર થાપા નિર્મલા રોડ પર લોન્ડ્રીની દુકાનમાં કામ કરતો હતો. તે દુકાનેથી ઘરે બાઈક પર જતો હતો. રેશમ થાપા મૂળ નેપાળનો વતની હતો. તેને સંતાનમાં 3 દીકરા છે. પોતે પાંચ ભાઈ અને 2 બહેનમાં વચેટ હતો. તેના મોતથી પરિવારમાં શોક છવાયો હતો. સામે પક્ષે ડબલ સવારીમાં એક્ટિવા પર જઈ રહેલા હર્ષ સુભાષભાઈ ગોરણીયા (ઉંમર વર્ષ 32, રહે. શિતલ પાર્ક) અને વિરલ મહેશભાઈ પરમાર (ઉંમર વર્ષ 25, રહે. બજરંગવાડી શેરી નંબર 5) બંને ફાયર સેફટીનું કામ કરે છે. ધંધામાં પાર્ટનર છે. તેઓ સાઈટ પર કામ જોઈ ઘરે જતા હતા. તે બંનેને ઇજા થતા સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Exit mobile version