Site icon Gujarat Mirror

ખંભાળિયા નજીક અનધિકૃત રીતે થતી ખનીજચોરી ઝડપાઈ

ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર સોમવારે એલ.સી.બી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગેરકાયદેસર રીતે બોકસાઈટ લઈને જઈ રહેલા એક ટ્રકને ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત એ.એસ.આઈ. ડાડુભાઈ જોગલ તથા પ્રવીણભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામની સીમમાંથી બોકસાઈટનો જથ્થો લઈને નીકળેલા જી.જે. 37 વી. 8793 નંબરના એક ટ્રકને ખંભાળિયા – દ્વારકા હાઈવે પર દાત્રાણા ગામના પાટીયા પાસે અટકાવવામાં આવ્યો હતો.

ત્યાર બાદ આ ટ્રકમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતા 50 ટન જેટલા બોક્સાઈટનો જથ્થો કબજે કરી અને આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, આકાશ બારસીયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, ડાડુભાઈ જોગલ, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, ખીમાભાઈ કરમુર, દિનેશભાઈ માડમ, સહદેવસિંહ જાડેજા, પ્રવીણભાઈ માડમ અને સચિનભાઈ નકુમ દ્વારા કરવામાં આવી હતી.

Exit mobile version