વાંકાનેરના લુણસરિયા ગામમાં લગ્નપ્રસંગમાંથી ઘરે જતા એક્ટિવા ચાલક વૃદ્ધનું ડમ્પરની ઠોકરે મોત

ડમ્પરના ચાલક વિરૂદ્ધ મૃતકના પુત્રની ફરિયાદ વાંકાનેર તાલુકામાં એક કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. લુણસરિયા ગામના ઝાપા નજીક એક ડમ્પરે એક્ટિવા સવાર વૃદ્ધને હડફેટે…

ડમ્પરના ચાલક વિરૂદ્ધ મૃતકના પુત્રની ફરિયાદ

વાંકાનેર તાલુકામાં એક કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. લુણસરિયા ગામના ઝાપા નજીક એક ડમ્પરે એક્ટિવા સવાર વૃદ્ધને હડફેટે લેતા તેમનું મોત નિપજ્યું છે. દીઘલીયા ગામના વનમાળીદાસ ભગવાનદાસ કુબાવત (70) લુણસરિયા ગામમાં લગ્ન પ્રસંગમાંથી પોતાના એક્ટિવા (GJ 36 M 3184) પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

અકસ્માતમાં ડમ્પર (GJ 17 XX 3671)ની ટક્કર વાગતા વૃદ્ધને પેટ અને હાથ પર ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. ડમ્પરનો ચાલક ઘટનાસ્થળે જ વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. મૃતક વૃદ્ધના પુત્ર હિતેશભાઈ કુબાવત (45)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે તપાસ શરૂૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે અને વાહન ચાલકોની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.