સાયલાના ઢીંકવાડી તળાવામાં નાહવા પડતા બે યુવકના ડૂબી જતાં મોત

સાયલાના ઢીકવાડી તળાવમાં નહાવા પડેલા બે યુવકો ડૂબી જતાં તેમના મોત થયા છે. મૃતકોમાં સાયલાના કરાડી ગામના 24 વર્ષીય પ્રતાપભાઈ ટપુભાઈ ખાચર અને ઢીકવાડી ગામના…

સાયલાના ઢીકવાડી તળાવમાં નહાવા પડેલા બે યુવકો ડૂબી જતાં તેમના મોત થયા છે. મૃતકોમાં સાયલાના કરાડી ગામના 24 વર્ષીય પ્રતાપભાઈ ટપુભાઈ ખાચર અને ઢીકવાડી ગામના 20 વર્ષીય મહેલભાઈ બાવકુભાઈ જાતવડાનો સમાવેશ થાય છે.

બંને યુવકો તળાવના પાણીમાં ઉતર્યા બાદ અચાનક ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.

ભારે શોધખોળ બાદ બંને યુવકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા. મૃતકના પરિવારે ધજાળા પોલીસ સ્ટેશનમાં પોસ્ટમોર્ટમ નહીં કરાવવા રજૂઆત કરી હતી.

ધજાળા પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સાયલા સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.