ગીરગઢડા પંથકમાં IIFL ફાઇનાન્સ કંપનીએ અનેક લોકોને ગોલ્ડ લોનમાં ફસાવ્યાનો આક્ષેપ

અશિક્ષિત ગ્રામ્યજનો પાસે દસ્તાવેજોમાં અંગુઠા લેવડાવી હિસાબમાં મોટાપાયે છેતરપિંડીનો આરોપ ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે કાર્યરત ખાનગી ફાયનાન્સ કંપની IIFL ગોલ્ડ લોનની શાખા ગંભીર વિવાદમાં…

અશિક્ષિત ગ્રામ્યજનો પાસે દસ્તાવેજોમાં અંગુઠા લેવડાવી હિસાબમાં મોટાપાયે છેતરપિંડીનો આરોપ

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે કાર્યરત ખાનગી ફાયનાન્સ કંપની IIFL ગોલ્ડ લોનની શાખા ગંભીર વિવાદમાં સપડાઈ છે. ગ્રામ્ય વિસ્તારના અનેક ગ્રાહકો એકસાથે આવીને શાખા સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને નાણાકીય ગેરરીતિના ગંભીર આક્ષેપો સાથે ગીર ગઢડાપોલીસસ્ટેશનમાં લેખિત રજૂઆત કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ગ્રાહકોના કહેવા મુજબ ધોકડવા IIFL શાખામાં છેલ્લા ઘણા સમયથી ગેરરીતિ ચાલીરહી છે.ગામડા વિસ્તારોમાં ઓછુંભણેલા અને સીધા-સાદા ગ્રાહકો સોનું ગીરવે મૂકી લોન લેવા આવે છે. તેમને લોનના કાગળો, વ્યાજનો દર, અને નિયમો અંગે પૂરતી સમજણ આપવામાં આવતી નથી અને ઉતાવળે સહી-અંગુઠા લઈ લેવામાં આવે છે.
ગ્રાહકો જ્યારે હપ્તા ભરે છે ત્યારે તેની પાકી પહોંચ આપવામાં આવતી નથી. ખાતામાં કેટલા પૈસા જમા થયા, કેટલું વ્યાજ લાગ્યું અને કેટલું બાકી છે તેનો કોઈ સ્પષ્ટ હિસાબ આપવામાં આવતો નથી. કેટલાક કિસ્સા માં લોન બંધ થઈ ગયા બાદ પણ વધુ પૈસાની માંગણી કરાતી હોવાનો આક્ષેપ છે.

ગ્રાહકોના કહેવા મુજબ તેમના નામેમંજૂરથયેલી લોનની રકમ કરતા ઓછી રકમ હાથમાં આપવામાં આવી છે અને બાકીના પૈસાનું શું થયું તેનો કોઈ જવાબ નથી. સમગ્ર મામલો લાખો રૂૂપિયાનો હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે

જ્યારે ગ્રાહકો શાખા પર જઈને હિસાબ માંગે છે ત્યારે મેનેજર અને સ્ટાફ દ્વારા ઉડાઉ જવાબો આપી, ધક્કા ખવડાવી કાઢી મૂકવામાં આવે છેએક ફરિયાદી ગ્રાહકે જણાવ્યું હતું કે, અમે અમારી દીકરીના લગ્ન માટે સોનું ગીરવે મૂક્યું હતું. બે વર્ષથી હપ્તા ભરીએ છીએ પણ હજુ લોન પૂરી થતી નથી. હિસાબ માંગીએ તો કોઈ જવાબ નથી આપતું.

ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી ગોલ્ડ લોન કંપનીઓ જ એકમાત્ર સહારો હોય છે. બેંકના ધક્કા કરતા અહીં ઝડપથી લોન મળે છે એટલે લોકો વિશ્વાસ મૂકે છે. આ વિશ્વાસ તૂટતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગીર ગઢડા પોલીસને લેખિત રજૂઆત મળતા પોલીસે તમામ ગ્રાહકોના નિવેદનો નોંધવાની કાર્યવાહી શરૂૂ કરી છે.પોલીસ દ્વારા IIFL શાખાના લોન રજિસ્ટર, કમ્પ્યુટર ડેટા, ગ્રાહકોના ખાતા અને વ્યવહારના પુરાવા ઓની ચકાસણી કરવામાં આવશે તેવી શક્યતા છે.