Site icon Gujarat Mirror

દ્વારકાની ગોમતી નદીમાં બે યુવાન ડૂબ્યા, સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યા

ગોમતી ઘાટે નગરપાલિકાની રેસ્કયુ ટીમ અને બોટ કેમ તૈનાત નથી રખાતી?

દ્વારકાની ગોમતી નદીમાં આજે બપોરે એક ગંભીર ઘટના સામે આવી છે. ભાવનગરથી દર્શન માટે આવેલા બે યુવાન ગોમતી નદીમાં સ્નાન દરમિયાન ડૂબવા લાગ્યા હતા. દરરોજ હજારો યાત્રાળુઓ દ્વારકાધીશના દર્શન માટે આવે છે. મોટાભાગના યાત્રાળુઓ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન પણ કરે છે. આ નદી દરિયા સાથે જોડાયેલી હોવાથી તેમાં દરિયાનો પ્રવાહ ખૂબ તેજ હોય છે. બહારથી આવતા યાત્રાળુઓને આ વાતની જાણકારી ન હોવાથી અવારનવાર લોકો ગોમતી નદિમા ડુબવાના બનાવો બને છે.

આજે બપોરે ભાવનગરથી આવેલા બે યુવાનોએ દર્શન કર્યા બાદ ગોમતી નદીમાં સ્નાન કર્યું હતું. પાણીમાં ઉતરતાની સાથે જ તેઓ ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. નદી કાંઠે હાજર સ્થાનિક તરવૈયાઓએ તરત જ પાણીમાં કૂદીને બંને યુવાનોને બચાવી લીધા હતા. બંને યુવાનોને તાત્કાલિક દ્વારકા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ સૂત્રો મુજબ બંનેની હાલત સ્થિર છે. ઉલ્લેખ ગોમતી નદીમાં અવારનવાર લોકો ડૂબવાના બનાવ બનતા હોય છે ત્યારે દ્વારકા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ અને બોટ કેમ તૈનાત રાખવામાં આવતી નથી. હાલ ઉનાળાની સિઝન અને વેકેશન શરૂૂ થયુ હોય બહારગામ થી દ્વારકા દર્શનાર્થે આવતા લોકો ગોમતી નદીમાં સ્નાન અચુક કરતા હોય ત્યારે તેઓ પાણીથી અજાણ હોય ત્યારે દ્વારકા નગરપાલિકાની રેસ્ક્યુબોટ અને ટીમ તૈનાત રાખવા માંગ ઉઠી છે.

Exit mobile version