બે વર્ષની માસુમ બાળકી ઉપર દરવાજો પડતા મોત

શહેરમાં કાલાવડ રોડ ઉપર કોસ્મોપ્લેક્સ સિનેમા નજીક રહેતા પરિવારની બે વર્ષની બાળકી ઉપર દરવાજો માથે પડતા બાળકી સારવાર માટે ખસેડાઈ હતી. માસુમ બાળાની સારવાર કારગત…

શહેરમાં કાલાવડ રોડ ઉપર કોસ્મોપ્લેક્સ સિનેમા નજીક રહેતા પરિવારની બે વર્ષની બાળકી ઉપર દરવાજો માથે પડતા બાળકી સારવાર માટે ખસેડાઈ હતી. માસુમ બાળાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં કાલાવાડ રોડ ઉપર આવેલ કોસ્મોપ્લેક્સ સિનેમા નજીક રહેતા પરિવારની રિંકલબેન રાજુભાઈ ખડિયા નામની બે વર્ષની માસુમ બાળકી રમતી હતી ત્યારે અકસ્માતે દરવાજો માથે પડ્યો હતો. માસુમ બાળકીનેતાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીની સારવાર કારગત નિવડે તે પૂર્વે ફરજ પરના તબીબી નિસ્પ્રાણ જાહેર થતાં શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.