Site icon Gujarat Mirror

વડોદરાના વૃધ્ધાને પૈસા ગણી દેવાનું કહી બે મહિલા 3.50 લાખના દાગીના તફડાવી ગઇ

રાજકોટમાં વૃધ્ધ લોકોને અવનવા કિમીયા અજમાવી ગઠીયાઓ નાણા કે દાગીના પડાવી લેતા હોવાના બનાવો સામે આવતા રહે છે ત્યારે શહેરમાં લગ્ન પ્રસંગમાં આવેલા વડોદરાના વૃધ્ધાને બે મહિલા ભટકાઈ જતા પૈસા ગણી દેવાનું કહી રૂૂ. 3.50 લાખના દાગીના તફડાવી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ વડોદરામાં રહેતા પલ્લવીબેન કિરણભાઈ વડોદરિયા (ઉ.65) નામના વૃધ્ધાએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તા. 22 મી નવેમ્બરના રોજ તેઓ તેમના વેપારા રહામભાઈ ગોલાણાનો દોકરાના લગ્નમાં પતિ સાથે રાજકોટ આવ્યા હતા. અને રાજકોટ રોકાયા હતા. દરમિયાન તા. 25 ના રોજ સજોડે ધર્મેન્દ્ર રોડ પર ખરીદી કરવા ગયા હતા. આ સમયે પતિ કિરણભાઈને થોડું કામ હોવાથી તેઓ અન્યત્ર ગયા હતા અને પલ્લવીબેન ખરીદીમાં મશગુલ હતા. આ સમયે જીવન કોમર્સિયલ બેંકની બાજુમાં લાબેલા ગાંઠીયા વાળી શેરી, રઘુવીર પરા પાસે પહોંચ્યા ત્યારે એક મહિલા તેમની પાસે આવી હતી અને કહ્યું હતું કે, સામે ઉભેલા બહેન પાસે બહુ પૈસા છે પણ ગણતા આવડતા નથી અને પૈસામાં કાઈ ખબર પડતી નથી. એટલે આપણે બંને તેમને પૈસા ગણાવી દઈએ અને પછી તેમને જયપુર જવું હોય, બસમાં બેસાડી દઈશું. અજાણી મહિલાની વાતમાં વિશ્વાસમાં આવી ગયેલા પલ્લવી બેન તે બીજી અજાણી મહિલા પાસે ગયા હતા અને ત્યાં થોડીવાર વાતચિત દરમિયાન બંને અજાણી મહિલાઓએ કઈ કરી નાખતા પલ્લવીબેન અવાચક બની ગયા હતા અને આ સમયે બંને મહિલાઓ રૂૂ. 3.40 લાખની સોનાની ચાર બંગડી અને સોનાનો પેન્ડલ સાથેનો ચેઈન ઉતરાવી રફુચક્કર થઈ ગઈ હતી.

Exit mobile version