ક્રાઇમ

ચોટીલા હાઈવે પરની હોટેલમાં ટ્રકમાંથી ડીઝલ ચોરી, બે ઝડપાયા

Published

on


ચોટીલા હાઇવે પર પોલીસ દ્વાર બાતમીના આધારે ડીઝલ ચોરી અંગે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં હાઇવે પરની હોટલમાં ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતા 2 શખસ ઝડપાયા હતા. જ્યારે ડીઝલ, ટ્રક, કાર સહિત રૂૂ.13,03,640નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ચોટીલા હાઈવે પરની હોટલ ઉપર ટ્રક ડ્રાઇવર પોતાના અંગત સ્વાર્થ માટે ડીઝલ ચોરી કરતા હોય છે. તેમાં ચોટીલા હાઈવે પર પટના બિહાર હોટલ પર ડીઝલ ચોરીનો ધંધો ચાલતો હોવાની ચોટીલા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા હોટલ પર રેડ કરી હતી.


જેમાં હોટલ સંચાલક દિવ્યરાજભાઈ સુરેશભાઈ ખાચરના હોટલના અમરજીત કુમાર આનંદ શાહ હાલ પટના બિહાર હોટલ રહેવાસી બિહાર રાજ્યના દરભંગા જિલ્લાના નિમેઠી ગામ દ્વારા ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતા હતા. તેની સાથે ટ્રક ચાલક મનીષભાઈ ભાસ્કરભાઈ ધાણક, જૂનાગઢ ટ્રકમાંથી 40 લીટર ડીઝલ સાથે ઝડપી પાડ્યા હતા. જેમાં 40 લીટર ડીઝલની કિંમત 3640 અને ટ્રકની કિંમત 10 લાખ અને કારની કિંમત 3,00,000 સહિત 13,03,640ના મુદ્દામાલ સાથે 2ની અટકાયત કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version