પોરબંદરના બોખીરા રોડ પર એક ટ્રક ચાલકે મોપેડને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં મોપેડમાં સવાર 2 શિક્ષિકામાંથી એક શિક્ષિકાનું ઘટના સ્થળે જ મોત થયું હતું તો અન્ય એક શિક્ષિકાને ગંભીર ઇજા પહોંચતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. પોરબંદરના જ્યુબિલી ચાર રસ્તા નજીક આવેલા સતીમાંના મંદિર પાસે બુધવારે એક અત્યંત કમકમાટીભરી અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક પૂરપાટ ઝડપે ધસી આવેલા ટ્રકે મોપેડને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં મોપેડ પર સવાર અને નેવી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વાસણ લલિતાબેન હિતેશભાઈ ઉ.42)અને પુરોહિત સંધ્યાબેન અનિલભાઈ(ઉ .29)નામના બંને શિક્ષિકા મહિલા માંથી વાસણ લલિતાબેન હિતેશભાઈ નામના શિક્ષિકા મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ મહિલાને સ્થાનિકો ભાવસિંહજી હોસ્પિટલમાં તેમજ વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં રીફર કરાયા હતા. ઈજાગ્રસ્ત મહિલા શિક્ષક પ્રેગ્નન્ટ બોખીરા રોડ પર થયેલ અકસ્માત મોપેડમાં સવાર અને પગના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલ પુરોહિત સંધ્યાબેન અનિલભાઈ નામના મહિલાના પરિવારજનો જણાવ્યા અનુસાર આ મહિલા અઢી માસથી પ્રેગ્નન્ટ છે.
