Site icon Gujarat Mirror

જૂનાગઢના બીલખાનો શખ્સ પોરબંદરમાંથી 1.82 કરોડની એમ્બરગ્રીસ સાથે ઝડપાયો

પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા દ્વારા જીલ્લાના દરીયાકાંઠા વિસ્તારને ધ્યાને લઈ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનાર અને સંરક્ષિત જીવોના અવશેષોના ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા શખ્સો પર વોચ ગોઠવી કાર્યવાહી કરવા સૂચના આપતા, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ વાય.જી. માથુકીયા, પીએસઆઈ આર.એ. ઝાલા દ્વારા દરીયાઇ વિસ્તાર ધરાવતા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી બાતમી મેળવવા પ્રયત્નશીલ હતાતે દરમ્યાન એએસઆઈ. રવિન્દ્ર એસ.ચાંઉ, મોહિત આર.ગોરાણીયા તથા અરજનભાઈ એ. ઓડેદરાને મળેલ બાતમી આધારે ટીમે જૂનાગઢના બીલખા ગામનો મેહુલ ઉર્ફે અપ્પુ પ્રવિણ સોલંકીને 1 કિલો 829 ગ્રામ વ્હેલ માછલીની ઉલ્ટી એમ્બરગ્રીસ કિંમત રૂૂ.1,82,90,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. શખ્સની પુછપરછ કરતા પોતાને આ વ્હેલ માછલીની ઉલ્ટી જૂનાગઢના બીલખા ગામે રહેતો રોહિત માંજરિયા પાસેથી વેચાણ અર્થે પોરબંદર લઇ આવેલ હોય, આ વ્હેલ માછલીની ઉલ્ટી બહુ મુલ્યવાન હોય અને ઉંચી કિંમતવાળી હોય જેથી તેનું વેચાણ કરવા ગ્રાહકની શોધખોળ કરતો હોવાની પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળેલ છે. આ શખ્સ વિરુધ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપી અપાશે.

Exit mobile version