મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં બે છાત્ર વચ્ચે મારામારી, એકને ઇજા

શહેરમાં મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં નર્સિંગનો અભ્યાસ કરતો વિદ્યાર્થી હોસ્ટેલમાં હતો ત્યારે સહપાઠીએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. યુવકને…

શહેરમાં મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં નર્સિંગનો અભ્યાસ કરતો વિદ્યાર્થી હોસ્ટેલમાં હતો ત્યારે સહપાઠીએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ બિહારનો વતની અને હાલ મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી નર્સિંગનો અભ્યાસ કરતા સુધીર યાદવ નામનો 20 વર્ષનો યુવાન રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં હોસ્ટેલમાં હતો ત્યારે સહપાઠી નજીવા પ્રશ્ને ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. યુવકને પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં હુડકો ચોકડી પાસે રહેતા ઈલાબેન મનજીભાઈ સોઢા નામના 50 વર્ષના પ્રોઢા સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે પતિ મનજીભાઈ સોઢાએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. પ્રોઢાને ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.