Site icon Gujarat Mirror

સેન્ટ્રલ જેલના બે કેદીએ કાચ અને ખીલ્લી ખાઈ લીધી

રાજકોટ સેન્ટ્રલ જેલમાં અવાર-નવાર કેદીઓ સાબુ, ખીલી અને કાચ ખાઇ લેતાં હોવાના અથવા ઘણીવાર મચ્છર ભગાડવાની ટયુબ ખાઇ જતાં હોય છે. દરમિયાન બે કેદીએ કાચ અને ખીલી ખાઇ લેતાં સારવાર માટે દાખલ કરાયા છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ જેલમાં હાઇ સિક્યુરીટી બેરેકમાં રખાયેલા પ્રકાશ પ્રભુદાસ દેસાણી (ઉ.વ.34) અને હેપ્પી રાકેશભાઇ વોરા (ઉ.વ.23)ને સાંજે સાડા આઠેક વાગ્યે જેલમાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પ્રકાશે કાચ ખાઇ લીધાનું અને હેપ્પીએ ખીલી ખાઇ લીધાનું જણાવાતાં દાખલ કરી તબિબે પોલીસને જાણ કરતાં પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવાઇ હતી.

આ ઉપરાંત બીજા બનાવમાં આજી ડેમ પાસે આવેલ સદગુરુ પાર્કમાં રહેતી પૂજાબેન વિજયભાઈ મકવાણા નામની 17 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે મધરાત્રે કોઈ અગમ્ય કારણસર ફીનાઇલ પી લીધું હતું. સગીરાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version