ક્રાઇમ

સુરેન્દ્રનગરના પાટડી પાસેથી રૂા.2.83 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝબ્બે

Published

on

સુરેન્દ્રનગર પાટડી હાઈ-વે ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂા.2.83 લાખની કિંમતની 939 વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર સાથે રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી પુછપરછમાં દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત પાંચના નામ ખોલ્યા છે. આ દરોડામાં દારૂ સહિત રૂા.10.94 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે.


મળતી વિગતો મુજબ, સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી.કામરીયાની સુચનાથી પીએસઆઈ જે.ડી.બારોટ અને તેમની ટીમે સુરેન્દ્રનગર પાટડી જૈનાબાદ પાસે આવેલ રોડ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન નંબર પ્લેટ વગરની ક્રેટા કાર પસાર થતાં તેને અટકાવી તલાસી લેતા તેમાંથી 939 બોટલ દારૂ મળી આવ્યો હતો. આ દારૂનો જથ્થો લાવનાર રાજસ્થાનના સાંચોરના ગીરધર ઢોરામાં રહેતા અશોકકુમાર નાનારામ બિશ્ર્નોઈ અને સાંચોરના વર્ણવા ગામના હનુમાનરામ ઉદારામ બિશ્ર્નોઈની ધરપકડ કરી રૂા.2.83 લાખનો દારૂ અને 8 લાખની કાર અને રોકડ સહિત રૂા.10.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુછપરછમાં આ દારૂનો જથ્થો સાંચોરના પાછલા ગામના મનોહરકુમાર ઉર્ફે મનુએ દારૂ ભરી આપ્યો હતો.

જ્યારે દારૂની લાઈન ચલાવનાર મુખ્ય આરોપી સાંચોરના પીરારામ પરાક્રમરામ રબારીનું નામ ખુલ્યું હતું. તેમજ હુન્ડાઈ ક્રેટાનો માલિક તેમજ સુરેન્દ્રનગર માલવણ ગામ પાસે દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર અને રાજસ્થાનથી દારૂ સપ્લાયર કરનાર ઠેકાના માલિકનું નામ ખુલ્યું છે. આ દરોડામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version