Site icon Gujarat Mirror

ભાણવડમાં લોકરક્ષક સહિત બે શખ્સો વિદેશી દારૂની 120 બોટલ સાથે ઝડપાતા ચકચાર: 1 ફરાર


ભાણવડના પુનિત માર્કેટ વિસ્તારની ગલીમાંથી પોલીસે મોડી રાત્રીના સમયે રણજીતપરા વિસ્તારમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક ગઢવી ભરત માંડણભાઈ મારુ અને આ જ વિસ્તારમાં રહેતા અને લોન રીકવરીનું કામ કરતા યશરાજસિંહ સુખદેવસિંહ જાડેજા નામના બે શખ્સોને સ્કોર્પિયો કાર તેમજ વિદેશી દારૂૂની 120 બોટલ સાથે ઝડપી લીધા હતા. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે રૂૂપિયા 74,820 ની કિંમતની 120 બોટલ વિદેશી દારૂૂ તેમજ રૂૂ. 10,000 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂૂપિયા પાંચ લાખની કિંમતની સ્કોર્પિયો કાર મળી, કુલ રૂૂપિયા 5,84,820 નો મુદ્દામાલ કબજે કરી, બંને શખ્સોની અટકાયત કરી લીધી હતી.


આ પ્રકરણમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભકા કારા રબારી નામના શખ્સનું પણ નામ ખુલવા પામ્યું છે. જેને હાલ પોલીસે ફરાર જાહેર કર્યો છે.આ સમગ્ર ગુનામાં ભાણવડ પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ મુજબ ધોરણસર ગુનો નોંધાયો છે.


લાંબાનો શખ્સ દારૂની 24 બોટલ સાથે ઝડપાયો
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા ભાયા ઉર્ફ ભાવેશ મેરામણ ચેતરીયા નામના 34 વર્ષના આહિર શખ્સને પોલીસે રૂૂ. 13,488 ની કિંમતની વિદેશી દારૂૂની 24 બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં રાણપર ગામના જગા દાના રબારીનું નામ ફરારી તરીકે પોલીસમાં જાહેર થયું છે.


જુગાર રમતા બે ઝડપાયા
ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તારમાંથી પોલીસે ડાયા સોમા ડોરુ અને સોમા અમરા ડોરુ નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો હતો.

Exit mobile version