ગુજરાત

ગોંડલ બન્યું ગોકુળનગરી, આજે ધામધૂમથી ઠાકોરજી વિવાહનો અલૌકિક અવસર

Published

on

અમારા પરિવારનો નહીં પણ સમગ્ર ગોંડલની જનતાનો રૂડો અવસર: જ્યોતિરાદિત્યસિંહ જાડેજા: ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ ઠાકોરજીની જાનમાં જોડાશે

ગોંડલ ખાતે ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા પરિવાર દ્વારા ભવ્ય તુલસીવિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ અલૌકિક અવસરને લઈને તડામાર તૈયારી કરવામાં આવી છે.


આજે યોજાનાર તુલસીવિવાહના કાર્યક્રમ તેને લઈને ગોંડલ આશાપુરા રોડ પર આવેલા ધારાસભ્યના નિવાસસ્થાનથી લઇ કોલેજચોક સંગ્રામસિંહજી હાઈસ્કૂલ સુધીના સમગ્ર વિસ્તારને શણગારવામાં આવ્યો છે. તુલસીવિવાહના કાર્યક્રમને લઈને ધારાસભ્ય ગીતાબા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા, નાગરીક બેન્કના ચેરમેન અશોકભાઈ પીપળીયા, પિન્ટુભાઈ ચુડાસમા, સમીર કોટડીયા સહિતના ભાજપના આગેવાનોએ તડામાર તૈયારીઓ કરી છે.


અક્ષરધામ સોસાયટી સ્થિત ધારાસભ્યના નિવાસસ્થાન ગીતાવીલા ખાતે તુલસી વિવાહનો કાર્યક્રમ સંપન થશે. ત્યાર બાદ રીવર સાઇડ પેલેસ ખાતે ભોજન સમારોહ અને રાત્રે કોલેજચોક સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં લોકડાયરાનું ભવ્ય આયોજન કરાયું છે. લોકડાયરામાં કીર્તિદાન ગઢવી, કિંજલ દવે, બિરજુભાઈ બારોટ, દેવાયતભાઈ ખવડ, ધીરુભાઈ સરવૈયા અને જીતુદાન ગઢવી સહિતના કલાકારો પોતાની વાણી પીરસશે.આ તુલસી વિવાહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, ભાનુબેન બાબરીયા, રાઘવજીભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી, ગુજરાત સરકારનાં ઉપદંડક કૌશિકભાઈ વેકરીયા, સાંસદ પરસોત્તમભાઈ રૂૂપાલા, પુનમબેન માડમ, રામભાઈ મોકરીયા સહિતના નેતાઓ ઠાકોરજીની જાનમાં જોડાશે.


આ તકે પત્રકાર પરિષદમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ) એ જણાવ્યું હતું કે ગોંડલના આંગણે આ રૂૂડા અવસરમાં ગોંડલ શહેર તેમજ આસપાસના ગામોના તમામ સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ માત્ર અમારા પરિવારો જ નહીં પણ સમગ્ર ગોંડલના નગરજનો છે. ગોંડલના નગરજનો તથા અમારા પરિવાર વતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગોંડલ તેમજ આસપાસ ના ગામોના તમામ ગામના લોકોને અને સમગ્ર ગુજરાતના ધર્મપ્રેમી લોકોને આજે હું આમંત્રણ પાઠવું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version