Site icon Gujarat Mirror

હળવદના માળિયા હાઇવે પરથી ઇકોમાં ત્રણ લાખનો દારૂ લઇ જતા બે શખ્સો પકડાયા

 

 

હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ બાયપાસ 3 રસ્તા શ્રીરામ ગૌશાળા સામેથી પસાર થતી ઇકો ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી. ત્યારે તેમાંથી દારૂૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 83 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે દારૂૂ અને ગાડી મળીને કુલ રૂૂ. 3,33,012ની કિંમતનો મુદામાલ કબજે કરી બે આરોપીને ઝડપી લીધા હતા.

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે હળવદના માળિયા હાઇવે રોડ ઉપર આવેલા શ્રીરામ ગૌશાળા સામેથી ઇકો ગાડી પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી. ત્યારે તેમાંથી રૂૂ. 83,012ની કિંમતની દારૂૂની 83 બોટલ મળી આવી હતી. આથી પોલીસે દારૂૂનો જથ્થો તેમજ રૂૂ. 2,50,000ની કિંમત ગાડી સહિત કુલ રૂૂ. 3,33,012 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવમાં ધ્રાંગધ્રાના કુડા ફાટક પાસે માજી સૈનિક સોસાયટી વિસ્તારમાં રહેતા 28 વર્ષના સદ્દામભાઈ આસમભાઈ ઓઠા તેમજ 25 વર્ષના અલ્તાફભાઈ મુબારકભાઈ હિંગરોજાને ઝડપી પાડ્યા હતા.

 

 

Exit mobile version