Site icon Gujarat Mirror

ધ્રાંગધ્રામાં અકસ્માતે તબીબ સહિત બેને ગંભીર ઇજા

ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર કટુડા નજીક બે ફોરવીલ ગાડીના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ભયંકર અકસ્માત સજાયો હતો જેમાં ગાડીમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી.

ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર મેઈન રોડ પર છાશવારે અકસ્માતો જોવા મળતાં હોય છે ત્યારે છેલ્લા એક મહિનામાં હાઇવે પર અકસ્માતના અનેક ગોઝારા બનાવો બની ચૂક્યા છે ત્યારે ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર કટુડા નજીક બે ગાડીના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ભયંકર અકસ્માત સજાયો હતો જેમાં સુરેન્દ્રનગર તબીબ ડો.મનીષ પડ્યાં અને બંને ગાડી ચાલકને ગંભીર ઈજા થતા રાહદારી લોકો દ્વારા ગાડીમાં સવાર લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે પોલીસને અકસ્માત ની જાણ થતા સીટી પોલીસ ટ્રાફિક ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version