જંગલેશ્ર્વર ડિમોલિશનના ખર્ચકાંડમાં બે અધિકારી ‘ટાર્ગેટ’

રાજકોટ મહાનગરપાલિકામાં જંગલેશ્વર ડિમોલેશન મામલે ફરી ચર્ચા શરૂૂ થઈ છે. ડિમોલેશન દરમિયાન થયેલા રૂૂ. 2.73 કરોડના શંકાસ્પદ ખર્ચ અંગે તપાસનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને…

રાજકોટ મહાનગરપાલિકામાં જંગલેશ્વર ડિમોલેશન મામલે ફરી ચર્ચા શરૂૂ થઈ છે. ડિમોલેશન દરમિયાન થયેલા રૂૂ. 2.73 કરોડના શંકાસ્પદ ખર્ચ અંગે તપાસનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને સોંપવામાં આવ્યો છે. જોકે, રિપોર્ટ રજૂ થયા બાદ કમિશનર 10 દિવસની રજા પર ઉતરી જતાં મનપાના વહીવટી વર્તુળોમાં અનેક સવાલો ઊભા થયા છે. હાલ રિપોર્ટ ગુપ્ત રાખવામાં આવ્યો છે અને બે અધિકારીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા ચર્ચાઈ રહી છે. આગામી તા.20મીએ જનરલ બોર્ડમાં પણ આ રીપોર્ટનું ભુત ધૂણે તેવી પુરી શકયતા છે ત્યારે વોર્ડ પૂર્વે બે અધિકારીઓ ઉપર તવાઇ ઉતરે તેવી શકયતા દર્શાવાઇ રહી છે.

જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન થયેલા ખર્ચમાં ખાણીપીણીનાં લાખો રૂૂપિયાનાં બિલ, વીડિયો શૂટિંગ અને ડ્રોનનાં બિલ ચર્ચામાં રહ્યાં છે. આ ઉપરાંત પાણીની બોટલો પાછળ થયેલો રૂૂ. 22 લાખનો ખર્ચ પણ અગાઉ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. હવે તપાસ રિપોર્ટમાં આ ખર્ચ અંગે શું વિગતો સામે આવી છે તે જાણવાની ઉત્સુકતા છે.

તપાસનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટ સોંપાયા બાદ તેઓ 10 દિવસની રજા પર ઉતર્યા છે. આ દરમિયાન રાજકોટ કલેક્ટર ઓમપ્રકાશને મ્યુનિસિપલ કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.આવી સ્થિતિમાં ઇન્ચાર્જ કમિશનર કોઇ નીતિ વિષયક નિર્ણય લ્યે તેવી શકયતા ઓછી છે. પરંતુ રજા પર જતા પહેલા મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ કરેલો હુકમ જાહેર થાય તો નવાઇ નહીં. રૂૂ. 2.73 કરોડના ખર્ચ અંગેના રિપોર્ટમાં 2 અધિકારીઓ સામે કાર્યવાહીનો ખતરો હોવાની ચર્ચા છે.

જોકે, રિપોર્ટ જાહેર ન થયો હોવાથી તપાસમાં કોની જવાબદારી નક્કી કરવામાં આવી છે અને કયા અધિકારીઓ સામે પગલાં લેવાની ભલામણ છે તે સ્પષ્ટ થયું નથી. રાજકોટ મનપાનું જનરલ બોર્ડ 20 નવેમ્બરે મળવાનું છે. ત્યારે જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચનો મુદ્દો ફરી ગાજે તેવી શક્યતા છે. કમિશનરનો વધારાનો ચાર્જ સંભાળનારા કલેક્ટર ઓમપ્રકાશ રિપોર્ટ જાહેર કરશે કે નહીં? તપાસમાં જવાબદાર ઠરનારા અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે નહીં? આ સવાલોના જવાબની રાહ જોવાઈ રહી છે.