શિવધારા પાર્કમાં કેટરર્સના ધંધાર્થીનું હૃદયરોગના હુમલાથી મોત

શહેરમાં સાધુવાસવાણી રોડ પર રહેતા અને કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા આધેડ શિવધારા પાર્કમાં હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યુ હતું. આધેડના મોતથી પરિવારમાં શોકની…

શહેરમાં સાધુવાસવાણી રોડ પર રહેતા અને કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા આધેડ શિવધારા પાર્કમાં હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યુ હતું. આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર રહેતા અને શિવધારા પાર્કમાં મધુર કેટરર્સના નામે વ્યવસાય કરતા આશિષભાઇ ચંપકલાલ ચાંગેલા નામના 52 વર્ષના આધેડ શિવધારા પાર્કમાં પોતાના કેટરર્સ ખાતે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ ઉપરાંત જૂદા-જૂદા છ સ્થળે છ લોકોએ જ્વલનશીલ પ્રવાહી પી લીધુ હોવાની ઘટના સામે આવી છે. જેમાં આંબેડકરનગરમાં કોમલબેન દિનેશભાઇ સોલંકી (ઉ.વ.28)એ ફિનાઇલ, કેવડાવાડીમાં અંજનાબેન પપુભાઇ પ્રજાપતિ (ઉ.વ.20)એ બીમારીની વધુ પડતી દવા, રેલનગરમાં રાજદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.27)એ બીમારીની દવા, રેલનગરની આરતીબેન જીગરભાઇ ચૌહાણ (ઉ.વ.29)એ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફિનાઇલ, ભીસ્તીવાળમાં 10 વર્ષના બાળકે બીમારીની વધુ પડતી ગોળીઓ અને ડેટોલ તેમજ ત્રિકોણબાગ પાસે મનુબેન સાહુભાઇ ખરકા (ઉ.વ.31) ફિનાઇલ અને વધુ પડતી ગોળીઓ પી લીધી હતી.