ગુજરાત

ફાઈનાન્સ કંપનીને 13 કરોડનું બૂચ મારનાર વધુ બે પકડાયા

Published

on

36 ટ્રકની લોન લઇ ટોળકીએ છેતરપિંડી કરેલ


જામનગરના કુખ્યાત શખ્સ રજાક સોપારી અને તેની ટોળકીએ જુદા જુદા 16 શખ્સના નામે ફાયનાન્સ કંપની પાસેથી ટ્રક માટે લોન મેળવ્યા પછી 36 ટ્રકની લોન ભરપાઈ નહી કરી ને રૂૂ .13 કરોડ ની રકમ નહી ચૂકવી વિશ્વાસઘાત-છેતરપિંડી કર્યાની ફરિયાદ થઈ હતી. જેમાં વધુ બે આરોપીને ઝડપી લેવાયા છે. બે આરોપી ના અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.


જામનગરના કુખ્યાત શખ્સ રઝાક સોપારી અને તેના સાગરિતોએ કાવતરૃ રચી 16 શખ્સના નામે કુલ 36 ટ્રક લોન પર ખરીદ્યા પછી તેના બાકી હપ્તા ન ભરી રૃા.13 કરોડ ઉપરાંતની છેતરપિંડી આચર્યાની ફરિયાદ ફાયનાન્સ કંપની દ્વારા કરવામાં આવી હતી. આ શખ્સે પોતાના સાગરિત આમીન નોતીયાર, રામ ભીમશીભાઈ નંદાણીયા વગેરે સાથે મળી છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુન્હાને અંજામ આપ્યો હતો.


પોલીસે શરૃ કરેલી તપાસમાં જીતુ દાસાભાઈ ચાવડા, હેભાભાઈ ભીમાભાઈ કરંગીયા, ગોપાલગીરી કિશનગીરી ગોસ્વામી અને રામભાઈ નંદાણીયાની ધરપકડ કરી હતી. તે પછી નાગાજણ કરણાભાઈ મુછાર અને ભૂરા માંડાભાઈ મોરી નામના વધુ બે શખ્સની ધરપકડ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version