જૂનાગઢના શિશુમંગલ સંસ્થામાંથી બે સગીરા દિવાલ કૂદી ભાગી ગઇ

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી શિશુમંગલ સંસ્થામાંથી બે સગીરા દીવાલ કૂદીને નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી છે. સંસ્થાના ઇન્ચાર્જ અધિક્ષક દયાબેન ભરતભાઈ ગાલોલીયાની ફરિયાદ અનુસાર…

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી શિશુમંગલ સંસ્થામાંથી બે સગીરા દીવાલ કૂદીને નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી છે. સંસ્થાના ઇન્ચાર્જ અધિક્ષક દયાબેન ભરતભાઈ ગાલોલીયાની ફરિયાદ અનુસાર 16 વર્ષીય મીરાલી હમીરભાઈ વાંક (રહે. પોરબંદર) અને 16 વર્ષીય ઇશિકા નીલેશભાઈ લાખાણી (રહે. જૂનાગઢ) નામની સગીરા ગત તા. 2 જુલાઈના રોજ સવારે સંસ્થામાં ક્યાંય જોવા મળી ન હતી.

સંસ્થા પરિસરમાં તપાસ કરતા દીવાલ ઉપર એક ચુંદડી લટકતી મળી આવી હતી અને નીચે ચંપલ પડેલા હતા. ત્યારબાદ સંસ્થાના સીસીટીવી કેમેરા ચેક કરતા બંને સગીરા સવારના 7 વાગ્યાના અરસામાં એકસાથે કેમ્પસની અંદર લપાતા-છુપાતા બિલ્ડીંગની બહાર નીકળી સંસ્થાની દીવાલ કૂદીને ભાગતી નજરે પડી હતી. સંસ્થાના સ્ટાફ દ્વારા આજુબાજુના વિસ્તાર, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન તેમજ અન્ય પરિચિતોના સ્થળે શોધખોળ કરવા છતાં બંને સગીરાઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

આખરે પોલીસને જાણ કરી હતી. ઘટના અંગે દયાબેન ગાલોલીયાની ફરિયાદ આધારે પોલીસે અજાણ્યો શખ્સ બંને સગીરાને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હોવાની આશંકા સાથે ગુનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઉપરાંત બંને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે ઉતરી ગઈ હતી ત્યાંથી લાપતા થઈ ગઈ છે. જુનાગઢ સી ડિવિઝન ની બે ટીમ તેમજ સુરેન્દ્રનગર એલસીબી આની તપાસ કરી રહી છે.