વાંકાનેરના ઘૂંટુ ગામે મોબાઈલ ટાવરમાંથી 83 હજારના સાધનો તસ્કરો ઉઠાવી ગયા

મોરબી તાલુકાના ઘૂંટુ ગામે આવેલી ગૌશાળાના ખુલ્લા કમ્પાઉન્ડમાં સ્થાપિત ઇન્ડસ કંપનીના મોબાઇલ ટાવરને નિશાન બનાવી અજાણ્યા ચોર ઇસમો કિંમતી સાધનોની ચોરી કરી નાસી છૂટ્યા હોવાની…

મોરબી તાલુકાના ઘૂંટુ ગામે આવેલી ગૌશાળાના ખુલ્લા કમ્પાઉન્ડમાં સ્થાપિત ઇન્ડસ કંપનીના મોબાઇલ ટાવરને નિશાન બનાવી અજાણ્યા ચોર ઇસમો કિંમતી સાધનોની ચોરી કરી નાસી છૂટ્યા હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મુળ મોરબીના મોડપર ગામના વતની અને હાલ મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગરમા રહેતા અને ઈન્ડસ મોબાઈલ ટાવર કંપનીના સુપરવાઈઝર તરીકે નોકરી કરતા રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા (ઉ.વ. 32) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના સંચાલન અને દેખરેખ હેઠળના ઇન્ડસ કંપનીના ટાવર ઘુટું ગૌશાળાના ખુલ્લા કમ્પાઉન્ડમાં રહેલ હોય જે ઇન્ડસ કંપની ના મોબાઇલ ટાવર આઇ.ડી.નંબર 1321093 જીટી- 5287 વાળી જગ્યામાં મોડી રાતના સમયે કોઇ અજાણ્યો ચોર ઇસમએ ગુપ્ત અપપ્રવેશ કરી ફરીયાદીના સંચાલન હેઠળના ટાવર ઉપર ચડી ટાવરમાં લગાડેલ એરટેલ કંપીનીના અંજના કાર્ડના કેબલ, જમ્પર, સહીતના કાઢી કી.રૂ. 83 613 ની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.