આટકોટ પંથકમાં 17 વર્ષની સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મ

ખેત મજૂર પરિવારની સગીર પુત્રી સાથે દુષ્કર્મ મામલે ગેંગ રેપ હેઠળ ગુનો નોંધાયો આટકોટ પંથકમાં રહેતી 17 વર્ષીય ખેત મજુર પરિવારની સગીરવયની પુત્રીનું અપહરણ કરી…

ખેત મજૂર પરિવારની સગીર પુત્રી સાથે દુષ્કર્મ મામલે ગેંગ રેપ હેઠળ ગુનો નોંધાયો

આટકોટ પંથકમાં રહેતી 17 વર્ષીય ખેત મજુર પરિવારની સગીરવયની પુત્રીનું અપહરણ કરી તેના પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ ભોગ બનનાર સગીરાના કાકા આ મામલે ફરિયાદ નોંધાવી હતી.જેમાં આરોપી તરીકે મનસુખ નાનકા ભુરીયા (ઉવ 20) અને રાકેશ દેવકાનું નામ આપ્યું છે. આટકોટ પોલીસે પોક્સો એક્ટ તેમજ અપહરણ સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ મધ્યપ્રદેશના વતની છે અને આટકોટ નજીક ઈશ્વરીયા ગામે રહી ખેત મજૂરી કરે છે.

તેમના ભાઈ-ભાભી વતન મધ્યપ્રદેશમાં રહે છે જયારે તેમની 17 વર્ષીય સગીર ભત્રીજી અહીં ઈશ્વરીયા ગામે બે વર્ષથી તેમની સાથે રહે છે. ગઈ તા.21 ની રાત્રે તેઓ જમીને સુઈ ગયા હતા. બાદ બીજા દિવસે સવારે જાગતા તેમની સગીર ભત્રીજી ગુમ હતી પરિજનોએ સગીરાની શોધખોળ આદરી હતી. દરમિયાન ભત્રીજી ઘરે આવી ત્યારે તેણી એ આપવીતી જણાવતા પરિજનો સ્તબ્ધ થઇ ગયા હતા. સગીરાએ તેના કાકાને જણાવ્યું હતું કે, તેમના મૂળ ગામની બાજુના ગામમાં રહેતો અને હાલ જસદણ પંથકમાં રહેતો મનસુખ ભુરીયા ઘણા સમયથી તેણીનાં સંપર્કમાં હતો. તે સગીરા સાથે સગાઈ કરવાની વાતો કરતો હતો.

દરમિયાન ગત તા.21 નાં રોજ રાત્રિના સમયે મનસુખ નાનકા અને રાકેશ દેવકા ઈશ્વરીયા ગામે વાડી વિસ્તારમાં બાઈક લઈને ધસી આવ્યા હતા. મનસુખે સગીરાને જણાવ્યું હતું કે, આપણે સગાઈ કરવાની છે, જેથી તું અત્યારે મારી સાથે આવ તેમ કહી મનસુખ અને રાકેશ સગીરાને બળજબરીપૂર્વક બાઈકમાં બેસાડી બાબરા પંથક તરફ ઉઠાવી ગયા હતા. જયા અવાવં સ્થળે લઇ જઈ મનસુખ ભુરીયા અને રાકેશ દેવકાએ વારાફરતી તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. બંને હેવાનોએ પોતાની હવસ સંતોષી સગીરાને એકલી મૂકી નાસી ગયા હતા. જે બાદ તેણી અલગ અલગ વાહન બદલાવી યેનકેન પ્રકારે ઘરે પરત ફરી હતી. ભત્રીજીએ હકીકત જણાવતા કાકાએ ભત્રીજી સાથે કુકર્મ કરનાર બંને શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.