Site icon Gujarat Mirror

ચુનારાવાડ ચોક પાસે ધોળે દિવસે એક્ટિવા સવાર બે શખ્સોએ યુવાનને લૂંટી લીધો

ભાવનગર રોડ ઉપર ભરબપોરે એકટીવા પર આવેલા બે આરોપીઓએ છરી બતાવી સાગર શિયાળ પાસેથી રૂા.50 હજારની મત્તા લૂંટી લીધાની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

વધુ વિગતો મુજબ, શિવાજીનગર શેરી નં.6માં રહેતાં સાગરભાઈ (ઉ.વ.31)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે ભંગારની મજુરી કરે છે.બપોરે તેની માતા સવિતાબેને ભંગાર બજારમાં ડેલો ધરાવતા મોઈનભાઈને રૂા.25 હજાર આપી આવવા કહ્યું હતું. જેથી તે રકમ લઈ પગપાળા નીકળ્યો હતો. ભાવનગર રોડ પર પહોંચતા પાછળથી બંને આરોપીઓ એકટીવા પર ધસી આવ્યા હતા. આવીને તેના ગળા પર છરી રાખી પેન્ટના ખિસ્સામાંથી રૂા.25 હજાર પડાવી લીધા હતા.

આ ઉપરાંત ગળામાં પહેરેલું ડાયમંડના નંગનું પેન્ડન્ટ પણ છરીથી કાપી લઈ લીધું હતું. આરોપીઓએ તેના ગળાના ભાગે અને ડાબા હાથ પર છરીથી ઈજા પણ પહોંચાડી હતી. ત્યારબાદ ભાગી ગયા હતા. માસા દિપુભાઈને સ્થળ પર બોલાવી થોરાળા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

Exit mobile version