Site icon Gujarat Mirror

રાજસ્થાનના વેપારીને સસ્તુ સોનું આપવાની લાલચે ભુજના બે શખ્સોની 61 લાખની ઠગાઈ

એક જેવી મોડસ ઓપરેન્ડી પ્રમાણે ખોટા નામે આઇ.ડી. બનાવી સોશિયલ મીડિયામાં સસ્તાં સોનાંની લાલચ આપી ભુજ બોલાવી શરૂૂમાં સસ્તું સોનું આપી વિશ્વાસ-ભરોસો કેળવ્યા બાદ છેતરપિંડીના અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે દોઢ વર્ષ પૂર્વેની આ રીતની જ છેતરપિંડીનો ગુનો આજે દાખલ થયો છે, જેમાં રાજસ્થાનના જ્વેલર્સ સાથે 61 લાખની ઠગાઇ ભુજના બે શખ્સે કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવ અંગે આજે એ-ડિવિઝન પોલીસ મથકે રાજસ્થાન જોધપુરમાં ભારતમાલા જ્વેલર્સ નામની દુકાનમાં સોનાં-ચાંદીના દાગીનાનો વેપાર કરતા હીરાલાલ હપ્પારામજી ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આજથી દોઢેક વર્ષ પૂર્વે ફેસબુકમાં રાહુલ સોની નામની આઇ.ડી. પર વિવિધ દેશોનાં સોનાંનાં બિસ્કિટો વેચાણની પોસ્ટ હતી જેમાંના મોબાઇલથી સંપર્ક કરતા પોતાનું નામ રાહુલ સોની (રહે. ભુજ) હોવાનું જણાવી પોતે દુબઇથી ઇમ્પોર્ટેડ ગોલ્ડ બિસ્કિટનો બિઝનેસ કરતો હોવાનું અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ સાથે સેટિંગ છે તેવું કહી તે બજારભાવ કરતાં 10 ટકા સસ્તાં ભાવે આપે છે.

આ સસ્તાં સોનાંની જાળમાં ફસાવી ભુજ બોલાવીને તેના અંકલ સાથે બેઠક કરાવીને એક સોનાંનું સાચું બિસ્કિટ લલચાવાના ઇરાદાથી બતાવી 10 ટકા ઓછા ભાવે રૂૂા. સાત લાખમાં આપવાનું જણાવી ફરિયાદી પાસેથી અલગ-અલગ સમયે કુલે રૂૂા. 75,00,000 મેળવી ફરિયાદીને બે સાચા સોનાંનાં બિસ્કિટ જેની કિં. રૂૂા. 14 લાખવાળાં આપી બાકીના રૂૂા. 61 લાખ રૂૂપિયા કે તે રૂૂપિયાનું સોનું ફરિયાદીને ન આપતાં તેને તપાસ કરાવતાં રાહુલ સોનીવાળા વ્યક્તિનું સાચું નામ અલ્તાફ હુસેન જત અને તેના અંકલનું નામ હાજી વલીમામદ કકલ (રહે. બંને ગાંધીનગરી-ભુજ) હોવાનું જણાતાં એલસીબીનો સંપર્ક કરતાં તેઓએ ફોટા બતાવ્યા હતા જેમાં તે આરોપી હોવાનું જણાતાં બંને વિરુદ્ધ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.

Exit mobile version