Site icon Gujarat Mirror

સોમનાથમાં ચૂંટણી પૂર્વે જાહેર મિલકતો પર પ્રચાર સામગ્રી લગાવવા પર પ્રતિબંધ

ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં પ્રચાર દરમિયાન જાહેર મિલકતને નુકસાન પહોંચાડતુ અટકાવવા ચૂંટણી પ્રચારના બોર્ડ-બેનર વગેરે ઉપયોગને નિયંત્રિત કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી. ઉપાધ્યાય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામા અનુસાર કોઈપણ જાહેર મિલકત/જાહેર જગ્યા ઉપર, દિવાલ ઉપર લખાણ કરવા, પોસ્ટર/કાગળો ચોંટાડવા અથવા કોઈપણ રીતે નુકશાન કરવા અથવા લખાણ, જાહેરાતના પાટીયા, ઝંડા વગેરે લગાવવા/પ્રદર્શિત કરવા દેવામાં આવશે નહીં. આમ છતા, જો સ્થાનિક કાયદા, ચૂકવણી કરી કે અન્ય રીતે આવા હેતુઓ માટે ખાસ કરીને નક્કી કરવામાં આવેલ જાહેર સ્થળે જાહેર ખબર ના સુત્રો લખવાના, પોસ્ટર વિગેરે પ્રદર્શિત કરવાની કે લખાણ, પાટિયા ઝંડા વગેરે લગાવવા ની રજા કે છૂટ આપતા હોય તો, કાયદાની પ્રસ્તુત જોગવાઈ પ્રમાણે અને કોર્ટના આદેશોને ચુસ્તપણે આધીન રહીને એમ કરવા દેવાની રજા આપવી.

કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર તથા કોઈ વ્યક્તિ દ્વારા ઉકત નિયમોનો ભંગ કરી ચૂંટણીલક્ષી કટ-આઉટ, જાહેરાત, પાટીયા અથવા બેનર્સ વિગેરે પ્રદર્શિત કરવામાં આવશે તો તે ધી પ્રીવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લિક પ્રોપર્ટી એકટ-1984 ની કલમ-3 મુજબની શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ તથા સંબંધિત પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપલી કક્ષાના પોલીસ અધિકારી અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં પ્રસિધ્ધ કર્યાની તારીખ થી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

Exit mobile version