Site icon Gujarat Mirror

વોર્ડ-10ના પ્રમુખવિલા વિસ્તારમાં અશાંતધારાની મુદત વધારવાની માંગ

ઉમા પાર્ક સહિતની સોસાયટીઓનો સમાવેશ કરવા કલેકટરને સ્થાનિકોની રજૂઆત

રાજકોટ શહેરમા અનેક વિસ્તારોમા ધાર્મીક લાગણીઓ અંતર્ગત અશાંતધારાનો નીયમ સરકાર દ્વારા લાગુ કરવામા આવ્યો છે અમુક વિસ્તારોમા વર્ષો પહેલા લાગુ કરેલ અશાંતધારાની મુદત પુર્ણ થવામા હોય મુદતમા વધારો કરવાની અરજીઓ તંત્ર સમક્ષ આવેલ છે. જે પૈકી વોર્ડ નં. 10 ના પ્રમુખવિલા વિસ્તારમા અશાંતધારાની મુદત વધારવા તેમજ આજુબાજુની ઉમા પાર્ક સહીતની સોસાયટીઓનો સમાવેશ કરવા સહીતનાં મુદે સ્થાનીકો દ્વારા કલેકટરને રજુઆત કરવામા આવી હતી.

પ્રમુખવિલા સહિતની સોસાયટીઓનાં રહીશોએ કલેકટરને રજુઆત કરી જણાવેલ કે અમારી સોસાયટી/વિસ્તારમાં ગુજરાત સરકાર દ્વારા 1991 કાયદા અન્વયે તેની જોગવાઈઓ મુજબ 1) રક્ષણ આપેલ છે, જે રક્ષણ આગામી સમયમાં અમારી માહિતી મુજબ પૂર્ણ થતું હોય, જેથી તે રક્ષણ અમોને 10 વર્ષનાં વધુ સમય માટે વધારવા અમારી નમ્ર વિનંતી છે. 2) અમારા વિસ્તાર/સોસાયટી/શેરીનો સમાવેશ કરવામાં આવે, રક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવે. જો સમય મર્યાદા નહી વધારાય અથવા તો અમારી સોસાયટીનો સમાવેશ નહી કરવામાં આવે તો અમારા વિસ્તારમાં ધાર્મિક માહોલ બગડે તેવી પુરેપુરી શક્યતા છે, અમારા ઉપર જીવનું જોખમ રહેલું હોય અને અમોને અમારા દીકરી-દીકરા, પતિ-પત્ની, માતાપિતા સહપરિવાર સાથે અહી રહેવું મુશ્કેલ બની જશે, અમો સતત ભયમાં જીવી રહ્યા છીએ. જેનાં અમુક જ કારણો અને બનાવોનાં પુરાવા આ સાથે જોડેલ છે.

વિધર્મીઓની રહેણી કરણી અને બિનશાકાહારી ભોજન લેવાની અને નામ બદલીને લવ જેહાદ, બીજા ધર્મો પ્રત્યેની અસહિષ્ણુતાને લઈને અનેક ગુનાખોરીનાં બનાવોને લઈને બહુમતી હિન્દુ સમાજ તેમની સાથે રહેવામાં અસહજતા અનુભવે છે અને તેનાથી બહુમતી હિન્દુ સમાજનાં સભ્યોનાં મુક્ત રીતે જીવવાના મૂળભૂત અધિકારનો જે ભારતના બંધારણના કલમ 21 માં આપેલ છે, તેનો સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે. આથી તમામ હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોને અશાંત ધારા હેઠળ આવરી લેવા નમ્ર વિનંતી છે. ભારતીય બંધારણનાં મૂળભૂત હકો જીવવાનો અધિકાર આપે છે, લોકહિત, લોક કલ્યાણ, લોક સુખાકારી માટે હિંદુ પ્રજાનાં હિતમાં કાયદામાં ફેરફાર કરવો પડે તો કરવો. તેવી અમારી રજુઆત છે.

Exit mobile version