મોરબીમાં દુશ્મન સાથે બેેઠેલા યુવાન ઉપર બે શખ્સો છરી વડે તૂટી પડ્યા

મોરબીમાં દુશ્મન સાથે બેઠેલા યુવકને બે શખ્સોએ તુ એની સાથે કેમ બેઠે હતો. તેમ કહી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે…

મોરબીમાં દુશ્મન સાથે બેઠેલા યુવકને બે શખ્સોએ તુ એની સાથે કેમ બેઠે હતો. તેમ કહી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં આવેલી વજેપર સોસાયટીમાં રહેતા રોહીત જગદીશભાઇ બાભણીયા નામનો 19 વર્ષનો યુવાન મધરાત્રે ખોડીયાર માતાજીના મંદિર પાસે હતો. ત્યારે જગદીશ અને સંદિપ નામના શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં રોહીત બે ભાઇ એક બહેનમાં મોટો અને અપરિણીત છે. રોહીત તેના મિત્ર ખોડા સાથે બેઠે હતો. મિત્ર ખોડા સાથે હુમલાખોર જગદીશ અને સંદિપની દુશ્મની હોવાથી બંન્ને શખ્સોએ તુ એની સાથે કેમ બેઠો હતો. તેમ કહી છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.