Site icon Gujarat Mirror

જામનગર નજીક હિટાચી મશીનની બેટરી ચોરનાર બે શખ્સો ઝડપાયા

જામનગરના જુના નાગના ગામની સીમમાંથી એક હીટાચી મશીનમાંથી બે નંગ બેટરી ની ચોરી કરવાના ગુનામાં એલસીબી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરીના આ ગુના નો ભેદ ઉકલી નાખ્યો છે. એલસીબી. ના પો.ઇન્સ. વી.એમ. લગારીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના એલ.સી.બી.ના પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફ ના માણસો જામનગર શહેર વિસ્તારમાં વાહન ચોરી તથા ઘરફોડ ચોરી ના અને ડીટેકટ ગુન્હા શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન સ્ટાફ ને મળેલ બાતમી ના આધારે જુનાનાગના ગામ ની સીમ બંધ રેલ્વે ફાટક પાસે બેટરી ની ચોરી કરનાર આરોપીઓ ખીમજીભાઈ અરજણભાઈ છીપરીયા ( નવાગામ ઘેડ મધુરમ સોસાયટી ટાવરની બાજુમાં જામનગર) અને ઘેલુભાઈ ઉર્ફે રફલો દેવાભાઈ જોગસવા (રહેવાસી નવાગામ ઘેડ શંકરના મંદિર પાછળ જામનગર) ને.ઝડપી લીધા હતા અને રૂૂપિયા 20 હજાર ની કિંમત ની બે નંગ ચોરી કરેલ બેટરી કબજે કરી હતી. આરોપી ઘેલુભાઈ ઉર્ફે રફલો દેવાભાઈ જોગસવા વિરૂૂધ્ધ જામનગર ના સીટી બી. ડીવી પોલીસ સ્ટેશનમાં છ ગુના દાખલ થઈ ચૂક્યા છે.

Exit mobile version