Site icon Gujarat Mirror

જામનગરના વધુ એક મંદિરમાંથી સબમર્સીબલ પંપની ચોરી

જામનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ ધાર્મિક સ્થળોને તસ્કરો નિશાન બનાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે વધુ એક મંદિરમાંથી પાણીના સબમર્સીબલ પંપની ચોરી થવા પામી છે.એ.અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલ નીલકંઠ મહાદેવના મંદિરમાં ગઈકાલે કોઈ તસ્કરો એ તાળા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને મંદિર પરિસર માંથી પાણી ખેંચવાની રૂૂપિયા 10 હજારની કિંમતના સબમર્સીબલ પંપની ચોરી કરી લઈ ગયા હતા.

આ અંગે નિયમિત મંદિરમાં જતા અને સેવા પૂજા કરતા જીતુભાઈ જમનાદાસ ખત્રી એ આજે સિટી એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. અત્યારે ઉલ્લેખનીએ છે કે, છ માસમાં આ મંદિરમાં બીજી વખત ચોરીનો બનાવ બનવા પામ્યો છે. આ ઉપરાંત પાંચ છ વર્ષ પહેલા પણ આ મંદિરમાં ચોરી થવા મામી હતી. આમ તસ્કરો હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરી રહ્યા છે.

Exit mobile version