Site icon Gujarat Mirror

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજર સહિત બેનાં હાર્ટએટેકથી મોત

બેંક મેનેજર ઘરમાં જ અચાનક બેભાન હાલતમાં ઢળી પડ્યા


રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી તરૂણો અને યુવાનોમાં હાર્ટએટેકની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં ગઈકાલે રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંક મવડી બ્રાન્ચના મેનેજર પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતાં જો કે, તેમનું મોત હાર્ટ એટેકથી થયાનું જાણવા મળ્યું હતું.


બનાવની વિગતો મુજબ રૈયા રોડ આલાપ ગ્રીનસીટી પાસે શુભમ કોમ્પલેક્ષમાં રહેતા ભાવેશ જેરામભાઈ ભુવા (ઉ.વ.46) નામના આધેડ ગઈકાલે સાંજે પોતાના ઘરે હતા ત્યારે તેઓ અચાનક ઢળી પડતા તેમને ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમને જોઈ તપાસી ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં.


ભાવેશભાઈ બે ભાઈ એક બહેનમાં નાના હતા તેમજ તેમને સંતાનમાં એક દિકરી એક પુત્ર છે. તેઓ હાલ મવડીની રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકમાં મેનેજર તરીકેફરજ બજાવતા હતા. તેમજ ભાવેશભાઈને હાર્ટએટેક આવ્યો હતો. તબીબોએ અભિપ્રાય આપ્યો હતો. આ મામલે યુનિવર્સિટી પોલીસમાં સ્ટાફે કાગળો કર્યા હતાં.


તેમજ બીજી ઘટનામાં વાગુદડ પાસેના સદભાવના વૃદ્ધાશ્રમમાં મહેશભાઈ ગોવિંદભાઈ પટેલ (ઉ.વ.62) નામના વૃદ્ધ અચાનક ઢળી પડતા તેમને હોસ્પિટલે ખસેડાયા હતાં. તબીબોએ જોઈ તપાસી હાર્ટએટેકથી મૃત્યુ થયાનું જણાવ્યું હતું.

Exit mobile version