ગુજરાત
PMJAY યોજનામાં ગેરરીતિ બદલ રાજકોટની બે હોસ્પિટલ સસ્પેન્ડ
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કૌભાંડ અને લોકોના મોત બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે સરકાર પગલાં ભરી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ્સ અને ડોક્ટર્સ સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગતની એસએએફયુ (સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત કરી હતી. જેના અંતર્ગત ગત અઠવાડિયામાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 4 હોસ્પિટલમાં ગેરરીતિઓ સામે આવી છે. રાજકોટની ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ અને સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલને વિવિધ ત્રુટીઓ જણાતાં સસ્પેન્ડ તેમજ ભરૂૂચની જયાબેન મોદી હોસ્પિટલ અને વડોદરાની બેન્કર્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ગેરરીતિ બદલ પેનલ્ટી કરાઇ છે. રાજકોટની સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઇનસ્યોરન્સ કંપની દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતુ. જેમાં કુલ 196 કેસમાં યુએસજી (અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી) પ્લેટ અને એચપીઇ (હિસ્ટોપેથોલોજીકલ એક્ઝામીનેશન) રીપોર્ટમાં છેડછાડ જોવા મળેલ હતી.
જેના પરિણામે હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા જો કોઈ અન્ય હોસ્પિટલ કાર્યરત હશે તો તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.યોજનાની માર્ગદર્શિકા મુજબ કુલ રૂૂ.2,94,90,000/- પેનલ્ટી કરવામાં આવેલ છે. ઉકત ક્ષતિઓ સાથે સંલગ્ન સ્પેશ્યાલીસ્ટ ડો.રાજેશ કંડોરીયા (જી-23640)ને યોજનામાંથી બરતરફ કરવામાં આવેલ છે. રાજકોટની જ ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ હોસ્પિટલનું બી. યુ. સર્ટીફીકેટ અને ફાયર એન.ઓ.સી. એકસપાયર્ડ થઈ ગયું હોવાનું ધ્યાને આવ્યું. તદઉપરાંત હોસ્પિટલ પાસે એઇઆરબી સર્ટીફિકેટ પણ ન હતું. યોજનાની માર્ગદર્શિકા અનુસાર હોસ્પીટલમાં જરૂૂરી મેનપાવર હાજર ન હતા. હોસ્પીટલમાં આઇસીયુમાં સ્વચ્છતા બાબતે અભાવ જોવા મળેલ હતો.
ઓટી નોટ અને એનેસ્થેસીયા નોટમાં ડોકટર દ્વારા દર્શાવેલ માહિતીમાં વિસંગતા જોવા મળેલ હતી.જે બદલ કિષ્ના સર્જીકલ હોસ્પિટલ – ઉપલેટા ને યોજના અંતર્ગત ઉકત ક્ષતિઓની પૂતર્તા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. ભરૂૂચ ખાતેની જયાબેન મોદી હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્યુમર બોર્ડ સર્ટીફીકેટ (ટીબીસી)માં સહી અને સિક્કામાં ગેરરીતિ આચરીને ટીએમએસ સોફટવેરમાં અપલોડ કર્યા હોવાનું ધ્યાને આવ્યું. જેના પરિણામે હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલ ક્ષતિને ધ્યાને લઈ હાલમાં પ્રી-ઓથની કુલ રૂૂ.33,44,031/- રકમ રીકવરી કરવામાં આવશે. અને તેની પેનલ્ટી અંગેનો નિર્ણય આગામી સમયમાં થનારી એસજીઆરસી (સ્ટેટ ગ્રિવેન્સ રીડ્રેશલ કમીટિ) માં લેવામાં આવશે. વડોદરા ખાતેની બેન્કર્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઓન્કોલોજી સર્જરીમાં આયુષ્માન યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થતું હોવાનું ધ્યાને આવ્યું. આ ગેરરીતિ બદલ હોસ્પિટલના પ્રી-ઓથની કુલ રૂૂ.57,51,689/- રકમ રીકવરી કરવાનું તેની પેનલ્ટી અંગેનો નિર્ણય અગામી સમયમાં થનારી એસજીઆરસીમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગત ગેરરિતીની ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્ય સરકારે યોજના અંતર્ગતની કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી, રેડિયોથેરાપી અને નીઓનેટલ કેર સહિતની સારવાર માટેની નવી માર્ગદર્શિકા (એસઓપી) બનાવી છે જે આવતીકાલે સંભવિતપણે જાહેર કરવામાં આવશે.