કટારિયા સર્વિસ સ્ટેશનમાં કાર હટાવવા મામલે બે મિત્રો પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

શહેરમાં કટારીયા ચોકડી પાસે આવેલા કટારીયા શોરૂૂમ ખાતે ગત શુક્રવારના રોજ કાર હટાવવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈને એક કાર ચાલક, તેના મિત્ર અને બે મહિલાઓએ…

શહેરમાં કટારીયા ચોકડી પાસે આવેલા કટારીયા શોરૂૂમ ખાતે ગત શુક્રવારના રોજ કાર હટાવવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈને એક કાર ચાલક, તેના મિત્ર અને બે મહિલાઓએ થઈને બે યુવકો પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ, લોધીકા તાલુકાના ખાંભા ઇન્ડસ્ટ્રીઝમાં મેનેજર તરીકે નોકરી કરતા 24 વર્ષીય ઓમ કુણાલકુમાર પંડ્યા તેમના મિત્ર સંજય પંડિત સાથે શેઠની સ્વિફ્ટ કાર સર્વિસ કરાવવા માટે કટારીયા શોરૂૂમ પર ગયા હતા.

ઓમભાઈ જ્યારે કાર લઈને શોરૂૂમના સર્વિસ એરિયા તરફ જઈ રહ્યા હતા, ત્યારે સામેથી એક બલેનો કાર આવી ગઈ હતી.ઓમભાઈએ બલેનો કારના ચાલક વિક્રમભાઈને ગાડી પાછી લેવા ઈશારો કર્યો હતો, પરંતુ વિક્રમભાઈએ કાર પાછી લેવાની સાફ ના પાડી દીધી હતી અને પોતાની કાર સ્વિફ્ટ કારની સાવ નજીક લાવીને ઊભી રાખી દીધી હતી. ત્યારબાદ શોરૂૂમના કર્મચારીઓએ સ્વિફ્ટ કારને સાઈડમાં લીધી હોવા છતાં વિક્રમભાઈએ પોતાની ગાડી ત્યાંથી હટાવી નહોતી અને ઉગ્ર બોલાચાલી શરૂૂ કરી દીધી હતી.

આ દરમિયાન ઓમભાઈના મિત્ર સંજય પંડિતે ત્યાં આવીને વિક્રમભાઈને શાંતિથી ગાડી હટાવી લેવા સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વિક્રમભાઈએ “ગાડી હવે નહીં હટે, મેં માણસો બોલાવ્યા છે” તેમ કહી ધમકાવવાનું શરૂૂ કર્યું હતું. સંજયભાઈએ તરત જ કંટ્રોલ રૂૂમ નંબર 112 પર ફોન કરતાં વિક્રમભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ઓમભાઈને માર મારવા લાગ્યા હતા. તે જ સમયે વિક્રમભાઈના સગા એક ભાઈ અને બે બહેનો પણ ત્યાં દોડી આવ્યા હતા અને ઝપાઝપી શરૂૂ કરી દીધી હતી. આ ઝપાઝપી દરમિયાન સંજય પંડિત નીચે પડી જતાં વિક્રમભાઈ તેમની છાતી પર બેસી ગયા હતા અને બેરહેમીથી ઢીકાપાટુનો માર માર્યો હતો, જેના કારણે સંજયભાઈને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસની ગાડી અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બંને પક્ષના ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ આરોપી પક્ષના એક ઇસમ અને બે મહિલાઓએ ઓમભાઈ તથા સંજયભાઈ સાથે બિભત્સ ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. આરોપીઓએ “તમારા હજી ટાંટિયા ભાંગી નાખવાના છે અને જાનથી મારી નાખવાના છે” તેવી ગંભીર ધમકીઓ આપતાં ભયભીત થયેલા યુવકો ત્યાંથી પોતાના ઘરે ચાલ્યા ગયા હતા.આખરે ભયના ઓથાર હેઠળથી બહાર આવીને ફરિયાદી ઓમ પંડ્યાએ આ સમગ્ર ઘટના અંગે બલેનો કારના ચાલક વિક્રમભાઈ, એક અજાણ્યા ઇસમ અને બે અજાણી મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.