Site icon Gujarat Mirror

જામનગર પંથકમાં હિટ એન્ડ રનના બે બનાવમાં બાળક સહિત બે મોત

જામનગર શહેર અને કાલાવડ પંથકમાં બનેલા બે અલગ અલગ અકસ્માતો ના હિટ એન્ડ રન ના બનાવોમાં એક ત્રણ વર્ષના બાળક સહિત બે લોકોના કરુણ મોત નિપજ્યા છે.

કાલાવડ તાલુકાના નાની નાગાજાર ગામે ટ્રેક્ટર ચાલક રાજુભાઈ સોલંકીની બેદરકારીથી ચાલતા ટ્રેક્ટર નીચે આવી જતા આશિષ (ઉ.વ. 3 વર્ષ) નામના બાળકનું માથામાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું.
કાલાવડ ગ્રામ્ય ના પોલીસ હેડ કોન્સ્ટેબલ નિતેશકુમાર છૈયા સરકાર પક્ષે જાતે ફરિયાદી બન્યા હતા, અને ટ્રેક્ટર ચાલક રાજુ સોલંકી સામે ગુનો દાખલ કરાવ્યો છે, જ્યારે બાળક ના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર શહેરના બેડી રીંગ રોડ પર થયેલા બીજા બનાવમાં અર્ટિકા કાર ચાલકે બેદરકારીથી કાર હંકારી બાઈકને પાછળથી ટક્કર મારતાં લખમણભાઈ આલાભાઈ કંડોરીયા (ઉ.વ. 56) ને ગંભીર ઇજા પહોંચી હતી, જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version