Site icon Gujarat Mirror

જામનગર મનપાના વોર્ડ નં.1 થી 16માં યોજાનાર ચૂંટણી માટે બેઠકોની વિગતો

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.1થી 16માં કુલ 64 બેઠકો પર આગામી તા.26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી માટેના ફોર્મ આગામી તા.11 એપ્રિલ સુધી ભરવામાં આવશે. વોર્ડ નં.1માં ચાર બેઠકો પૈકી પછાત વર્ગ, સામાન્ય અને બે બેઠકો સામાન્ય સ્ત્રી માટે અનામત રાખવામાં આવી છે. વોર્ડ નં. 2માં ચાર બેઠકો જેમાં અનુસૂચિત જાતિ સ્ત્રી માટે, સામાન્ય સ્ત્રી માટે, પછાત વર્ગ અને સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે. વોર્ડ નં. 3માં ચાર બેઠકો પછાત વર્ગ સ્ત્રી માટે, સામાન્ય સ્ત્રી, અનુસૂચિત જાતિ માટે અને સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે. વોર્ડ નં. 4માં ચાર બેઠકો પૈકી પછાત વર્ગ સ્ત્રી માટે, સામાન્ય સ્ત્રી માટે, અનુસૂચિત આદિજાતિ માટે અને સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે. વોર્ડ નં. 5માં ચાર બેઠકો બે સામાન્ય સ્ત્રી માટે, એક પછાત વર્ગ માટે અને એક સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે. વોર્ડ નં. 6માં ચાર બેઠકો પૈકી બે સામાન્ય સ્ત્રી, એક પછાત વર્ગ માટે અને એક સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે. વોર્ડ નં. 7માં ચાર બેઠકો પૈકી એક અનુસૂચિત જાતિ સ્ત્રી માટે, એક સામાન્ય સ્ત્રી, એક પછાત વર્ગ માટે અને એક સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે.

વોર્ડ નં. 8માં ચાર બેઠકો પૈકી બે સામાન્ય સ્ત્રી, એક પછાત વર્ગ માટે અને એક સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે. વોર્ડ નં. 9માં ચાર બેઠકો પૈકી એક પછાત વર્ગ સ્ત્રી માટે, એક સામાન્ય સ્ત્રી અને બે સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે. વોર્ડ નં. 10માં ચાર બેઠકો પૈકી પછાતવર્ગ સ્ત્રી, એક સામાન્ય સ્ત્રી, પછાત વર્ગ અને એક સામાન્ય અનામત રાખવામાં આવી છે. વોર્ડ નં. 11માં ચાર બેઠકો પૈકી એક પછાત વર્ગ સ્ત્રી માટે, એક સામાન્ય સ્ત્રી, એક અનુસૂચિત જાતિ માટે અને એક સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે. વોર્ડ નં. 12માં ચાર બેઠકો પૈકી બે સામાન્ય સ્ત્રી, એક પછાત વર્ગ માટે અને એક સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે. વોર્ડ નં. 13માં ચાર બેઠકો પૈકી એક પછાત વર્ગ સ્ત્રી માટે, એક સામાન્ય સ્ત્રી અને બે સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે. વોર્ડ નં. 14માં ચાર બેઠકો પૈકી એક પછાત વર્ગ સ્ત્રી માટે, એક સામાન્ય સ્ત્રી અને બે સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે. વોર્ડ નં. 15માં ચાર બેઠકો પૈકી એક પછાત વર્ગ સ્ત્રી માટે, એક સામાન્ય સ્ત્રી અને બે સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે. વોર્ડ નં. 16માં ચાર બેઠકો પૈકી બે સામાન્ય સ્ત્રી, એક પછાત વર્ગ માટે અને એક સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે.

વોર્ડ નં.1 થી 4 માં ઉમેદવારે અથવા તેની દરખાસ્ત મૂકનાર અથવા તેને ટેકો આપનાર મારફત વોર્ડ નં.1 થી 4ના ચૂંટણી અધિકારીશ્રી અને નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરી જિલ્લા સેવા સદન-3, બીજો માળ અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરી સ્થળ, ડીઆઇએલઆર કચેરી, જિલ્લા સેવા સદન-3 પ્રથમ માળ લાલ બંગલો કમ્પાઉન્ડના સરનામે જાહેર રજાના દિવસ સિવાય તા.11 એપ્રિલ સુધીમાં સવારના 10:30 થી બપોરના 3:00 વાગ્યાની વચ્ચે પહોચાડી શકશે.

વોર્ડ નં.5 થી 8 માટે ઉમેદવારી પત્રો ઉમેદવારે અથવા તેની દરખાસ્ત મૂકનાર અથવા તેને ટેકો આપનાર મારફત વોર્ડ નં.5 થી 8 ના ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ)ની ચેમ્બર બીજો માળ, જિલ્લા પંચાયત અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને હિસાબી અધિકારી જિલ્લા પંચાયત જામનગર, ગ્રાઉન્ડ ફ્લોર ખાતે જાહેર રજાના દિવસ સિવાય તા.11 એપ્રિલ સુધીમાં સવારના 10:30 થી બપોરના 3:00 વાગ્યાની વચ્ચે પહોચાડી શકશે.

વોર્ડ નં.9 થી 12 માટે ઉમેદવારી પત્રો ઉમેદવારે અથવા તેની દરખાસ્ત મૂકનાર અથવા તેને ટેકો આપનાર મારફત વોર્ડ નં.9 થી 12 ના ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી બીજો માળ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ-1 ની કચેરી બીજો માળ મહેસૂલ સેવા સદન ખાતે જાહેર રજાના દિવસ સિવાય તા.11 એપ્રિલ સુધીમાં સવારના 10:30 થી બપોરના 3:00 વાગ્યાની વચ્ચે પહોચાડી શકશે.

વોર્ડ નં.13 થી 16 માટે ઉમેદવારી પત્રો ઉમેદવારે અથવા તેની દરખાસ્ત મૂકનાર અથવા તેને ટેકો આપનાર મારફત વોર્ડ નં.13 થી 16 ના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ગ્રામ્યની કચેરી મહેસુલ સેવા સદન બીજો માળ, શરુ સેક્શન રોડ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને સીટી મામલતદારની કચેરીએ જાહેર રજાના દિવસ સિવાય તા.11 એપ્રિલ સુધીમાં સવારના 10:30 થી બપોરના 3:00 વાગ્યાની વચ્ચે પહોચાડી શકશે.
ઉમેદવારી પત્રોનો નમૂનો ઉપરોક્ત જણાવેલ સ્થળોએથી નિર્ધારિત કરેલ સમય દરમિયાન મેળવી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.13 એપ્રિલના રોજ સવારે 11:00 કલાકે હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની નોટિસ ઉમેદવાર અથવા ઉમેદવાર જેલમાં હોય અથવા પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે આ અર્થ તેણે અધિકૃત કરેલ કોઈપણ વ્યક્તિ જે તે વોર્ડના ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીને તેની ઓફિસમાં કચેરીના સમય દરમિયાન તા.15 એપ્રિલના રોજ બપોરના 3:00 વાગ્યા પહેલા પહોચાડી શકશે. તા.26 એપ્રિલના રોજ સવારના 7:00 કલાકથી સાંજના 6:00 કલાક સુધી મતદાન થશે. તેમ જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.1થી 16ના ચૂંટણી અધિકારીશ્રીઓની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Exit mobile version