Site icon Gujarat Mirror

રાજકોટ અને અમદાવાદમાં બોગસ પેઢી ખોલી 545 કરોડના બોગસ બીલિંગ કૌભાંડમાં બે વેપારીની ધરપકડ

બોગસ બીલિંગ કૌભાંડના સંડોવાયેલા રાજકોટના બે મોટા ગજાના વેપારીઓ જતીન સાકરીયા અને વૈભવ બોરીચા ની ડાયરેક્ટર જનરલ ઓફ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડીજીજીઆઈના અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓએ ધરપકડ કરી છે . પ્રાથમિક તપાસમાં એવી માહિતી બહાર આવી કે કોઈપણ જાતનો માલ સપ્લાય કર્યા વગર માત્ર બોગસ બીલિંગ 23 જેટલી બોગસ પેઢીઓ ખોલીને કરાતું હતું. 23 પેઢીઓ પૈકી 14 પેઢીઓ દ્વારા બોગસ બિલ્ડીંગ કરીને આઇટીસી પાસઓન કરીને 102.25 કરોડ મેળવી લીધા હતા. જયારે કાગળ ઉપર માલ સપ્લાય કર્યો હોવાનું બતાવીને 45 કરોડ રૂૂપિયાના બિલિંગ દર્શાવ્યા હતા.

છેલ્લા દોઢ વર્ષમાં 545 કરોડ રૂૂપિયાના વ્યવહાર એજન્ડા એન્ટરપ્રાઈઝ, ટી મેટર પ્રોડક્ટ સુપર કોન્સ ટ્રેડ પ્રા.લી અને એનએમપી કોન્ટ્રાકટર્સ પ્રા. લી નામે કંપની ધરાવતા જતીન સાકરીયા અને વૈભવ બોરીચાએ કર્યા હતા. આ બંનેની રાજકોટમાં આવેલી ભાડાની ઓફિસોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરીને મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો બોગસ ઈનવોઈસ મોબાઈલ કોમ્પ્યુટર અને ડિજિટલ ડિવાઇસ જપ્ત કરાયા છે.

આરોપી વૈભવ બોરીચા દ્વારા તમામ નાણાકીય વ્યવહારોનું સંચાલન તેમજ કેટલા કરોડનું બોગસ બીલીંગ કરાયું છે અને તેના નાણા ડાયવર્ટ કરવાનું કામ કરાતું હતું, સમગ્ર કેસમાં રોકડ રકમ આંગડિયા પેઢી દ્વારા હેરાફેરી કરાવતાનું બહાર આવતા આંગડિયા પેઢીઓમાં પણ દરોડા પડાયા છે. રાજકોટ ઉપરાંત અમદાવાદમાં પણ બે સ્થળોએ દરોડા પાડીને દસ્તાવેજો જપ્ત કરાયા છે. ડાયરેક્ટર જનરલ ઓફ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડીજીજીઆઈના અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. છેલ્લા દોઢ વર્ષમાં 545 કરોડ રૂૂપિયાના વ્યવહાર જતીન સાકરીયા અને વૈભવ બોરીયાએ કર્યા હતા.

અંદાજે 100થી વધારે વેપારીઓને કોઈપણ પ્રકારનો માલ આપ્યા વગર માત્ર બોગસ બીલિંગ કરીને 545 કરોડના બીલિંગ બતાવીને 102.25 કરોડની આઈટીસી અત્યાર સુધીમાં મેળવી લેવાઈ છે હાલમાં બંને આરોપીની ધરપકડકરીને કસ્ટડીમાં મોકલી દેવાયા છે. જતીન સાકરીયા દ્વારા જીએસટી વિભાગના અધિકારીઓ સાથે સેટિંગ કરીને વહીવટ કરાતો હતો. અને બોગસ કંપનીઓના જીએસટીના નોંધણી નંબરો મેળવાતા હતા. આ ઉપરાંત જીએસટી રિટર્નનું પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે મળીને સંકલન કરાતું. જે બોગસ ઇનવોઈસ બનાવવામાં મદદગારી કરતા હતા. આ રીતે બોગસ ઇનવોઈસ તૈયાર કરીને અન્ય વેપારીઓને અપાતા હોવાનું ખુલ્યું છે.

Exit mobile version