Site icon Gujarat Mirror

ફેસબુમાં ફોટો મુકવા મામલે ઠપકો આપતા બે સગાભાઇ પર ધોકાથી હુમલો

શહેરના ઢેબર કોલોની પાસે બે સગાભાઇ પર રૈયાધારમાં રહેતા ત્રણ ભાઇઓએ ધોકા વડે હુમલો કરી મારમારતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આરોપીએ યુવાનના સંબંધીનો ફોટો ફેસબુકમાં મૂકયો હોય તે બાબતે વડીલોની હાજરીમાં ઠપકો આપતા આ બાબતનો ખાર રાખી મારમાર્યો હતો. જે અંગે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.આ બનાવ અંગે સાગરભાઈ કનુભાઈ વારૈયા(ઉ.વ 30) (રહે. રાધેશ્યામ ગૌશાળા પાસે ચુનાની ભટુટી પાસે મનુભાઇની કરીયાણાની દુકાન પાસે, 150 ફૂટ રીંગ રોડ રાજકોટ, મુળ. નવાગામ તા.સાંતલપુર જી.પાટણ) દ્વારા ભકિતનગર પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રેમજી બાબુભાઇ, વિનોદ બાબુભાઇ અને પ્રહલાદ બાબુભાઇના નામ આપ્યા છે.

યુવાને ફરિયાદમા જણાવ્યું હતું કે, ગત તા. 12/09/2025 ના સવારના આશરે દશેક વાગ્યે તે તથા તેની પત્ની ગંગા તથા નાનોભાઈ નવીનભાઈ તથા પિતા કનુભાઈ બધા યુવાનના નાનાભાઈ ગણપતના ફુવાજી સસરા મેરુભાઈ ગુજરી ગયા હોય તેનુ પાણીઢોળ હોય જેથી બધા રાજકોટ ઢેબર કોલોનીમાં તેમના ઘરે ગયા હતા અને ત્યાથી વિધિ પુરી કરી સાંજના આશરે છએક વાગ્યે ઘરે જવા માટે નીકળ્યા હતાં. ત્યારે રસ્તામાં મોટાબાપુ દેવશીભાઇના વેવાઇ બાબુભાઇના દિકરા પ્રેમજી,વિનોદ અને પ્રહલાદ જે બધા રૈયાધાર રાધેશ્યામ ગૌશાળા પાસે રહે છે.

આ બધા પણ ત્યા આવ્યા હતાં. અગાઉ આશરે એકાદ વર્ષ પહેલા આ પ્રેમજીએ ફેસબુકમાં ફરિયાદીના પિતાના કાકા કલ્યાણભાઈના ફોટા મુકેલ હોય જે બાબતે અમારા ગામડે વડીલોએ ભેગા થઇને ઠપકો આપ્યો હોય જે બાબતનો ખાર રાખી કહ્યું હતું કે, તમે અમને સમાજમા માણસો ભેગા કરીને કેમ હેરાન કરો છો. તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો. ગાળો આપવાની ના પાડતા આ પ્રેમજી,વિનોદ અને પ્રહલાદ એક્દમ ઉશ્કેરાઈ ગયા હતાં. અને મને તથા મારા ભાઇ નવીનને ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતા અને તેવામાં પ્રેમજીએ પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકાથી યુવાનને માથામા પાછળનાભાગે એક ઘા મારી દીધો હતો.બાદમાં યુવાન તથા તેના ભાઇને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી ભકિતનગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Exit mobile version