Site icon Gujarat Mirror

તારી દુકાનનું દૂધ પીવાના લીધે મારો ભાણેજ માંદો પડ્યો, સુપર માર્કેેટમાં પથ્થરના ઘા કરી તોડફોડ

મૂળ રાજસ્થાનના અને હાલ ભગવતીપરા સુખસાગર શેરી નં.ક અંબીકા પાર્ક સોસાયટી શ્રીમાતેશ્વરી સુપર માર્કેટ નામની દુકાનમાં રહેતા મહાવીરસિંહ તગતસિંહ રાઠોડ (રાજપૂત)(ઉ.વ.24)ના સુપર માર્કેટમાં અજાણ્યા શખ્સે તોડફોડ કરી નુકશાન કરતા ફરિયાદ નોંધાઈ છે.

મહાવીરસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ શ્રી માતેશ્વરી સુપર માર્કેટ નામની દુકાન ચલાવું છુ અને તેમાં જ રહુ છુ.બંને આ દુકાનના માલિક ભગવતીપરાના રહિમખાન ઉર્ફે અનિશભાઈ રસિદખાન પઠાણ છે અને તેમની સાથે હુ પાર્ટનરશીપમા દુકાન ચલાવું છું.ગઇ તા.12/09ના રાત્રીના આશરે હું તથા ભાણીયો ગોવિંદકુમાર મીણા બંને અમારી દુકાન ખાતે હાજર હતા ત્યારે એક અજાણ્યો શખ્સ ઇલેક્ટ્રીક એક્ટીવા લઇને આવેલ જે મારી પાસે આવી ને કહેવા લાગેલ કે બે દીવસ પહેલા હું તારી દુકાનેથી દુધની થેલી લઈ ગયો હતો જે દુધ પીવાના લીધે મારો ભાણેજ માંદો પડ્યો છે એમ કહેતા મે તેને કહેલ કે તમારો ભાણેજ કયા માંદો પડયો અને ક્યા દવાખાને સારવારમાં છે મને જણાવું હું તમારી મદદ કરવા તૈયાર છું.

એવામાં તે એકદમ ઉશ્કેરાઈને તેની સાથે લાવેલ લોખંડના સળીયાથી મારી દુકાનના કાઉન્ટર પ2 ત્રણ-ચાર ઘા કરીને મારુ કાચનું કાઉન્ટર તોડી નાખેલ અને તે બાદ તેના એક્ટીવા પાસે જઈને તેની સાથે એક પથ્થરો ભરેલ ડોલ લઇને આવ્યો હતો જેમાથી છૂટા પથ્થરના દુકાનમાં ઘા કરી મારી દુકાનના કાચ તથા માલસામાન ને નુકશાન પહોચાડ્યું હતું અને મને ધમકી આપવા લાગેલ કે ત્રણ દિવસમાં તારી દુકાન બંધ કરાવી દઇશ.ત્યારબાદ તે જતો રહ્યો હતો અને 112માં કોલ કરતા પાર્ટનરને વાત કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version