Site icon Gujarat Mirror

વાડીમાં અવર-જવર મામલે પરાપીપળિયામાં બે સગાભાઇએ વૃધ્ધ પર હુમલો કરી પગ ભાંગી નાખ્યો

જામનગર રોડ પર આવેલી વાંકાનેર સોસાયટીમાં રહેતા અને ખેતી કામ કરતા પ્રભાતભાઈ મેળંદભાઈ ચાવડા(ઉ.વ.61) ની વાડીમાં અવરજવર કરતા પરા પીપળીયા ગામના હરેશભાઈ વજુભાઈ હૂંબલ અને તેમના ભાઈ સુભાષભાઈ બંનેને વાડીમાં અવરજવર કરવાની ના પાડી આમ છતાં વાડીમાં આવી પ્રભાતભાઈ સાથે માથાકૂટ કર્યા બાદ ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારી પાવડો મારી પગમાં ગંભીર ઇજા પહોંચાડી હતી.આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એસ.બી.જાડેજા અને સ્ટાફે તપાસ શરૂૂ કરી છે.

પ્રભાતભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,અમારી વાડી પરાપીપળીયા એઇમ્સ રોડ મુરલીધર સર્કલ પાસે આવેલ છે.હરેશ વજુભાઇ હુંબલ તથા સુભાષ વજુભાઇ હુંબલ બન્ને ભાઇઓ અમારી વાડીની આજુબાજુના ખેતરો વાવવા માટે રાખે છે જેથી તેઓ બન્નેને હું સારી રીતે ઓળખુ છું આ બન્ને અવાર-નવાર અમારી માલીકીની વાડીમાં જાણ બહાર આવતા-જતા હોય છે જે બાબતે મે તેઓને અગાઉ ઘણીવાર ના પાડેલી કે તમારે અમારી વાડીમાં આવવુ નહીં તેમ છતા આ લોકો મનફાવે ત્યારે અમારી વાડીમાં અવર-જવર કરતા હોય છે.

તા.26/02ના રોજ સાંજના હું મારી વાડીએ હાજર હતો અને ખેતીકામ કરતો હતો ત્યારે આશરે સાંજના સવા સાતેક વાગ્યા આસપાસ હરેશભાઇ હુંબલ અમારી વાડીમાં આવતો હતો જેથી મે હરેશને કહેલ કે તને અગાઉ પણ મે ઘણીવાર ના પાડેલી છે કે તારે અમારી વાડીમાં આવવુ નહીં છતા કેમ અમારી વાડીમાં આવે છે.? જેથી આ હરેશ હુંબલ ત્યારે અમારી વાડીમાંથી જતો રહેલ અને થોડીવારમાં આ હરેશ તેના મોટા ભાઈ સુભાષ હુંબલને લઇને અમારી વાડીએ આવેલ અને મને સુભાષે ફુવા કહીને બોલાવેલ જેથી મને લાગેલ કે આ સુભાષ કાઇ વાતચીત કરવા આવ્યો હશે.જેથી મે તેને કાઈ કહેલ નહીં અને તેને વાડીમાં આવવા જણાવેલ અને આ સુભાષ હુંબલ અમારી નજીક આવી મને પોતાની બથમા પકડી લીધેલ અને મને એક હાથમાં બથમાં પકડી બીજા હાથથી મને માર મારવા લાગ્યો હતો.

એ દરમ્યાન તેનો ભાઇ હરેશ હુંબલ મારી સાથે ગાળાગાળી કરી મને અપશબ્દો બોલી મને કહેલ કે આજ તો તને મારી જ નાખવાનો છે તેવી ધમકી આપી તેણે નજીકમાં પડેલ પાવડો ઉપાડી મને ડાબા પગમાં ઢીચણના નીચેના ભાગે મારી દિધેલ અને મે પોતાને સુભાષના બથમાંથી છોડાવવાની કોશિશ કરેલ અને આ સુભાષ હુંબલ તથા હરેશ હુંબલ નાઓએ બન્નેએ ભેગામળી મને ઢીક્કા પાટુનો માર મારવા લાગેલા જેથી મે રાડારાડ કરતા અમારી આજુબાજુના લોકોએ છોડાવ્યો હતો અને આ મામલે એઇમ્સમાં સારવાર માટે દાખલ થયો હતો.

Exit mobile version