Site icon Gujarat Mirror

રણજિતસાગર રોડ પર જૂની વોર્ડ ઓફિસનું ડિમોલિશન

જામનગર મા રણજીતસાગર રોડ ને ગૌરવ પથ જાહેર કરાયા પછી આ માર્ગ પર મોટા પાયે ડીમલેશનની કાર્યવાહી ચાલી રહી છે, જેના ભાગરૂૂપે જામનગર મહાનગર પાલિકાની જૂની વોર્ડ ઓફિસ કે જેનું આશરે 600 ફૂટ જગ્યામાં બાંધકામ હતું, તે બાંધકામ આજે તોડી પાડવામાં આવ્યું છે.

એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત તેમજ દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાળી સહિતની ટીમ દ્વારા આજે વહેલી સવારથી ડિમોલેશન કાર્ય હાથ ધર્યું હતું, અને અંદાજે 600 ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવાઈ છે. ઉપરોક્ત જગ્યા પર પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવા માટેનો મહાનગર પાલિકા દ્વારા પ્લાન તૈયાર કરાયો છે, અને નજીકના ભવિષ્યમાં જ તે અંગેનું બાંધકામ શરૂૂ કરી દેવામાં આવશે.

Exit mobile version